<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

અમદાવાદમાં ગોમતીપુર પોલીસ અને LCBને મોટી સફળતા :એમ.ડી ડ્રગ્સ કેસમાં આરોપી સીમા દિવાકરને સકંજામાં: પતિ સરુજને વોન્ટેડ જાહેર

આરોપીના ઘરે રેડ પાડતા ચોકલેટ ફોર્મમાં એમ.ડી ડ્રગ્સનો જથ્થો 127 ગ્રામ, 132 ગ્રામ ગાંજો મળ્યો :ડ્રગનો જથ્થો ન પકડાય તે માટે ચોકલેટ રેપરમાં એમ.ડી ડ્રગ્સ વાળી ચોકલેટ વેચવામાં આવતી.

અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના દૂષણ સામે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કાર્યવાહી કરતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (ઝોન-5) અને ગોમતીપુર પોલીસને મોટી સફળતા મળી છે. ગોમતીપુર વિસ્તારમાં કરાયેલી સંયુક્ત રેડ દરમિયાન એક મહિલાની ધરપકડ કરી તેની પાસેથી 127.950 ગ્રામ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ, 132.420 ગ્રામ ગાંજો, ₹1.12 લાખથી વધુ રોકડ સહિત કુલ ₹5.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે NDPS એક્ટની SOP મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઝડપાયેલી મહિલા આરોપી સીમાબેન વા/ઓ સરુજ ઉર્ફે કિલો રામકિશન દિવાકર હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેનો પતિ સરુજ ઉર્ફે કિલો રામકિશન દિવાકર ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

 

તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે MD Drugs ચોકલેટના રેપરમાં સંતાડી રાખ્યું હતું, જેથી સામાન્ય ચેકિંગ દરમિયાન કોઈને શંકા ન જાય. પોલીસે આ નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરી સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરી છે.

પોલીસે આરોપી મહિલા સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં NDPS Actની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દસ્તાવેજ મુજબ મહિલા અગાઉ પણ NDPS કેસમાં ઝડપાઈ ચૂકી છે, જ્યારે ફરાર આરોપી સામે અપહરણ, પ્રોહિબિશન, જુગાર, મારામારી, તડીપાર સહિત અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

 

(11:56 PM IST)