<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

સુમુલ ડેરીની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય: 1 બેઠક અપક્ષના ફાળે

સૌથી વધુ ધ્યાન ખેંચનારી ઓલપાડ બેઠક પર ધનસુખ પટેલની 15 મતોથી કાંટાની ટક્કરમાં જીત થઈ

સુરત : સહકારી ક્ષેત્રે પ્રતિષ્ઠાભરી ગણાતી સુરતની સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે એકહથ્થુ શાસન જાળવી રાખતા 16માંથી 15 બેઠકો પર શાનદાર વિજય મેળવ્યો છે, જ્યારે માત્ર એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં અગાઉ જ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી, જેના કારણે બાકીની બેઠકો પર રસાકસી જોવા મળી હતી.

સૌથી વધુ ધ્યાન ખેંચનારી ઓલપાડ બેઠક પર ધનસુખ પટેલની 15 મતોથી કાંટાની ટક્કરમાં જીત થઈ છે. પરિણામો જાહેર થતાં જ વિજેતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધારાસભ્ય (MLA) મુકેશ પટેલ દ્વારા તમામ વિજેતા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. સુમુલ ડેરી પર ફરી એકવાર ભાજપનો દબદબો કાયમ રહેતા સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

(12:56 PM IST)