<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

રામભક્‍તોની આસ્‍થા પર ભાજપ-આરએસએસની તરાપ, ચંદાના નામે લૂંટ ચલાવાઈઃ કોંગ્રેસ પ્રવક્‍તા રીતુ ચૌધરીનો પ્રહાર

અયોધ્‍યા ટ્રસ્‍ટના કથિત ગોટાળા અંગે વડાપ્રધાન મૌન કેમ? સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ફોરેન્‍સિક ઓડિટ અને તાત્‍કાલિક ધરપકડની માંગ

રાજકોટ :ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા રીતુ ચૌધરીએ એક ચોંકાવનારા પ્રેસ નિવેદનમાં શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્‍યું છે કે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ કરોડો ભારતીયોની આસ્‍થા, સંસ્‍કળતિ અને નૈતિક ચેતનાના પ્રતીક છે. દેશના ખૂણે-ખૂણેથી ગરીબો, ખેડૂતો, મજૂરો અને મહિલાઓએ પોતાની પરસેવાની કમાણી, ઘરેણાં અને બચતમાંથી રામ મંદિર નિર્માણ માટે જે ચંદો આપ્‍યો હતો, તે હવે ભાજપ અને આરએસએસની રાજકીય લૂંટનો શિકાર બની ગયો છે. ભાજપ, આરએસએસ અને વિશ્વ હિન્‍દુ પરિષદ જેવા સંગઠનોએ ત્રણ દાયકા સુધી રામ મંદિરના નામે માત્ર રાજકારણ રમીને સત્તા મેળવી છે, અને આજે એ જ કરોડો રામભક્‍તો પૂછવા મજબૂર બન્‍યા છે કે ભગવાનના નામે ઉઘરાવાયેલો આ ચંદો કોના સંરક્ષણ હેઠળ લૂંટાઈ ગયો? આ માત્ર આર્થિક ગોટાળો નથી પરંતુ શ્રદ્ધાળુઓની લાગણીઓ સાથે થયેલો ઘોર વિશ્વાસઘાત છે.

પ્રવક્‍તા રીતુ ચૌધરીએ આ વિવાદ સંદર્ભે ત્રણ અણીયારા સવાલો ઉઠાવતા પૂછયું છે કે, જો આ આખું ટ્રસ્‍ટ વડાપ્રધાનની સીધી દેખરેખ હેઠળ બન્‍યું હોય તો આ કથિત ગોટાળાની જવાબદારી કોણ લેશે? વળી, જો બધું જ બરાબર હતું તો ટ્રસ્‍ટના તત્‍કાલીન મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્‍ટી અનિલ મિશ્રાએ રાજીનામું આપવાની ફરજ કેમ પડી? જો કોઈ ગેરરીતિ થઈ જ નથી તો પછી સુ-ીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્‍વતંત્ર તપાસ કરાવવામાં સરકારને શા માટે ડર લાગી રહ્યો છે? દસ્‍તાવેજી પુરાવાઓ દર્શાવે છે કે આ કોઈ સામાન્‍ય વહીવટી ભૂલ નથી પરંતુ એક બહુ મોટો સ્‍કેમ છે. બીજી તરફ, ટ્રસ્‍ટની નાણાકીય દેખરેખ અને પારદર્શિતા માટે મુખ્‍ય જવાબદાર એવા કોષાધ્‍યક્ષ ગોવિંદ દેવ ગિરી માત્ર જાહેરમાં નિવેદનો આપીને પોતાની જવાબદારીમાંથી મુક્‍ત થઈ રહ્યા છે.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે, મીડિયા અહેવાલો મુજબ ટ્રસ્‍ટના વિશિષ્ટ આમંત્રિત સભ્‍ય ગોપાલ રાવ (ગોપાલ નાગરકોટી) ને હટાવી દેવાયા છે અને તેમની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. આ સમગ્ર પાપ પર લીપાપોતી કરવાના ભાગરૂપે જ આરએસએસ સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના પ્રાંત પ્રચારક કળષ્‍ણગોપાલને ટ્રસ્‍ટના નવા મહાસચિવ બનાવી દેવાયા છે, જેથી આ પ્રકરણને દબાવી શકાય. આ સમગ્ર મામલામાં વડા-ધાન કાર્યાલય (પીએમઓ) ની સીધી સંડોવણી હોવાનો દાવો કરતા તેમણે કહ્યું કે, ટ્રસ્‍ટના ટોચના હોદ્દાઓની નિમણૂક વડા-ધાન કાર્યાલય દ્વારા જ થતી હોવાથી કેન્‍દ્ર સરકાર આ જવાબદારીમાંથી છટકી શકે નહીં. આવકવેરા વિભાગ હાલમાં ૨૨ જાન્‍યુઆરી ૨૦૨૪ની પ્રાણ પ્રતિષ્ઠા વિધિના રૂા.૧૧૩ કરોડ અને ૨૫ નવેમ્‍બર ૨૦Check૫ના ખજાનોત્‍સવના રૂા.૧૦.૧૨ કરોડના તોતિંગ ખર્ચની તપાસ કરી રહ્યું છે, જેમાં ભારે ગેરરીતિઓ સામે આવી છે.

કોંગ્રેસ પ્રવક્‍તાએ આક્રોશ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું કે, અત્‍યારે માત્ર નાના કર્મચારીઓ સામે ગાજ ગિરાવીને અસલી ગુનેગારોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આ મુદ્દે દેશ સમક્ષ જવાબ આપે અને મૌન તોડે. આ કથિત ગોટાળામાં સામેલ તમામ વગદાર લોકો વિરૂદ્ધ તાત્‍કાલિક એફઆઇઆર નોંધી તેમની ધરપકડ કરવામાં આવે, હાલના વિવાદાસ્‍પદ ટ્રસ્‍ટનો ભંગ કરી ધર્માચાર્યો અને નિષ્‍ણાતો સાથે નવું પારદર્શક ટ્રસ્‍ટ બનાવવામાં આવે, તેમજ રામ મંદિરના ચંદા, જમીન ખરીદી અને તમામ ખર્ચનું સ્‍વતંત્ર ફોરેન્‍સિક ઓડિટ કરાવવામાં આવે. ભગવાન શ્રીરામ કોઈ એક રાજકીય પક્ષની બાપૌતી નથી, અને બહુસ્‍તરીય હાઈ-ટેક સીસીટીવી સુરક્ષા વચ્‍ચે થયેલી આ લૂંટના સૂત્રધારોને બેનકાબ કરીને કાયદાના કઠેડામાં ઉભા રાખવા જ પડશે.

તસ્‍વીરમાં એઆઇસીસી પ્રવકતા રીતુ ચોૈધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડો.નિદત બમારોટ અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા નજરે પડે છે.

(3:41 PM IST)