<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની બેઠકોનો ધમધમાટ: સંગઠન અને પેટાચૂંટણી પર મંથન

બેઠકમાં તમામ જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ, વિવિધ મોરચાના અધ્યક્ષો સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સંગઠનાત્મક બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો હતો. બેઠકમાં તમામ જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ, વિવિધ મોરચાના અધ્યક્ષો સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત મંડળથી લઈને મોરચા સુધીની બાકી રહેલી સંગઠનાત્મક સંરચના ઝડપથી પૂર્ણ કરવા તેમજ આગામી સમયમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અને આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી

(1:26 PM IST)