તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 18th November 2026
જંબુસર તાલુકામાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સામે પ્રેમસંબંધ બાદ બ્લેકમેલ કરવાનો આરોપ :મંગેતરને જાનથી મારી નાખવાની ધમકી
આરોપી તુષાર ઉર્ફે જીગ્નેશ મહેશભાઈ ઠાકોર સામે વેડચ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો:યુવતીના નગ્ન વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ

ભરૂચના જંબુસર તાલુકામાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સામે યુવતીને બ્લેકમેલ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. આરોપી તુષાર ઉર્ફે જીગ્નેશ મહેશભાઈ ઠાકોર સામે વેડચ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં યુવતીના નગ્ન વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, યુવતી અને આરોપી વચ્ચે અગાઉ પ્રેમસંબંધ હતો. આ દરમિયાન બંને વચ્ચે વોટ્સએપ પર વીડિયો કોલ દ્વારા વાતચીત થતી હતી. યુવતીનો આક્ષેપ છે કે વીડિયો કોલ દરમિયાનના સ્ક્રીન રેકોર્ડિંગ અને સ્ક્રીનશોટ આરોપીએ પોતાની પાસે રાખ્યા હતા. યુવતીની અન્ય જગ્યાએ સગાઈ થયા બાદ આરોપીએ આ સામગ્રી વાયરલ કરવાની ધમકી આપીને સગાઈ તોડવા દબાણ કર્યું હતું.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, આરોપીએ યુવતીને પોતાની સાથે સગાઈ નહીં કરે તો તેના ફોટા અને વીડિયો વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત યુવતીના મંગેતરને પણ ફોન કરીને સગાઈ તોડી નાખવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે. જો સગાઈ નહીં તોડે તો તેના ગામમાં આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
સમગ્ર મામલે યુવતીએ વેડચ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ધમકી, હેરાનગતિ અને સાયબર સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા આરોપી સામે ધરપકડ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી છે. આરોપી તુષાર ઉર્ફે જીગ્નેશ મહેશભાઈ ઠાકોર જંબુસર તાલુકાના ગજેરાવાસ ફળિયામાં રહેતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
