<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

વર્ષ 2027 ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપ યુવા મોરચાએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી

દેશ કાર્યાલય 'કમલમ' ખાતે પ્રદેશ યુવા મોરચાની મહત્વની બેઠક: યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ હેમાંગ જોશી પક્ષના આગામી સંગઠનાત્મક કાર્યક્રમોની વિગતો આપશે

ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2027 માં યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ યુવા મોરચા દ્વારા આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત કરવા માટે કમર કસવામાં આવી છે. આ રણનીતિના ભાગરૂપે આજે ભાજપ પ્રદેશ યુવા મોરચાની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી રોડમેપ તૈયાર કરવામાં આવશે.

 

આ હાઈ-પ્રોફાઈલ બેઠક ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ યોજાવા જઈ રહી છે. આ બેઠક પૂર્વે કમલમ ખાતે એક સત્તાવાર પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પત્રકાર પરિષદમાં યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ હેમાંગ જોશી ઉપસ્થિત રહેશે. સાંસદ હેમાંગ જોશી મીડિયા સમક્ષ સંગઠનાત્મક કાર્યક્રમોની વિસ્તૃત માહિતી અને પક્ષની આગામી રણનીતિની વિગતો રજૂ કરશે.

 

 

મળતી માહિતી મુજબ, પ્રદેશ કાર્યાલય ખાતે યોજાનારી પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ તુરંત જ પ્રદેશ યુવા મોરચાની મુખ્ય બેઠક શરૂ થશે. આ બેઠકમાં રાજ્યભરમાંથી યુવા મોરચાના હોદ્દેદારો અને પ્રમુખો ભાગ લેશે. બેઠકનો મુખ્ય એજન્ડા નવા યુવા મતદારોને પક્ષ સાથે જોડવા, સોશિયલ મીડિયા કેમ્પેઈન મજબૂત કરવા અને સરકારની યોજનાઓને જન-જન સુધી પહોંચાડવાનો રહેશે. 2027 ની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આ બેઠકને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

.

(1:54 PM IST)