News of Friday, 23rd October 2026
ગાંધીનગર મનપાના નવા મેયરની પસંદગી માટે ભાજપની કવાયત તેજ : કાલે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે
બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી ઉપસ્થિત રહેશે: બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલી ત્રણ-ત્રણ નામની પેનલ પર ચર્ચા કરવામાં આવશે

ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયરની પસંદગી માટે ભાજપે કવાયત તેજ કરી છે. આવતીકાલે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે, જેમાં ગાંધીનગર મનપા સહિત થરા અને ઓખા નગરપાલિકાઓના હોદ્દેદારોનાં નામ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી ઉપસ્થિત રહેશે. ત્રણેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલી ત્રણ-ત્રણ નામની પેનલ પર ચર્ચા કરવામાં આવશે. ચર્ચા-વિચારણાના અંતે મેયર સહિતના હોદ્દેદારો માટે આખરી નામો પર મહોર મારવામાં આવશે. બેઠક બાદ ગાંધીનગર મનપાના નવા મેયર સહિત અન્ય હોદ્દેદારોનાં નામ અંગે ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
