News of Tuesday, 28th April 2026
ગુજરાતની તમામ ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયો : ૪ શહેરોમાં કોંગ્રેસ અને આપના સંપૂર્ણ સફાયો : ખાતું પણ ન ખુલ્યું
બપોરે ૨.૧૫ વાગ્યે : ગુજરાતની તમામ ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર ભાજપનો ભગવો ફરક્યો : પોરબંદર જામનગર મોરબી અને નવસારીમાં તમામ બેઠકો ભાજપને, કોંગ્રેસ કે આપનું ખાતું ખુલ્યું નથી

પોરબંદર જામનગર મોરબી અને નવસારીમાં તમામ બેઠકો ભાજપને, કોંગ્રેસ કે આપનું ખાતું ખુલ્યું નથી
અમદાવાદમાં ભાજપને ૧૧૨ કોંગ્રેસને ૧૮ અને અન્યને બે બેઠક મળી છે જ્જ રાજકોટમાં ભાજપને ૬૦ કોંગ્રેસને ૮ અને ૪ બેઠક ઉપર ગણતરી ચાલુ, ભાજપ આગળ જ્જ ભાવનગરમાં ૩૬ બેઠક ભાજપ, કોંગ્રેસને છ બેઠક જ્જ જામનગરમાં તમામ ૫૬ બેઠકો ભાજપને જ્જ સુરેન્દ્રનગરમાં ૪૦ બેઠક ભાજપને ત્રણ કોંગ્રેસને જ્જ મોરબીમાં તમામ બાવન બેઠક પોરબંદરમાં તમામ ૩૩ બેઠક અને નવસારીમાં તમામ ૫૦ બેઠક ભાજપને જ્જ કચ્છ ગાંધીધામની ૪૧ ભાજપને અને ૧૧ કોંગ્રેસને જ્જ સુરતમાં ૪૮ બેઠક ભાજપને સાત બેઠક કોંગ્રેસને જ્જ વડોદરામાં ૨૮ બેઠક ભાજપને પાંચ બેઠક કોંગ્રેસને જ્જ કરમસદમાં ૨૫ બેઠક ભાજપને પાંચ બેઠક કોંગ્રેસને નડિયાદમાં ૫૧ બેઠક ભાજપને એક બેઠક કોંગ્રેસને મહેસાણામાં ૪૩ બેઠક ભાજપને પાંચ બેઠક કોંગ્રેસને વાપીમાં ૩૭ બેઠક ભાજપને અને ૧૧ બેઠક કોંગ્રેસને મળી છે જ્જ વેરાવળ નગરપાલિકામાં ભારે રસાકાશી છે, કોંગ્રેસ અને ભાજપ બંને ૨૦-૨૦ બેઠકો જીતી ગયા છે, એક વોર્ડની ગણતરી ચાલુ
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
