<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

ઓગડના વડા ગામમાં આધેડનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર

વડા ગામના જાલુમીર મીરનો મૃતદેહ મળ્યો : આધેડનું મોત નહીં પરંતુ હત્યા થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું

ઓગડ તાલુકાના વડા ગામમાં આધેડનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. વડા ગામના જાલુમીર મીરનો મૃતદેહ મળી આવ્યો છે. આધેડનું મોત નહીં પરંતુ હત્યા થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હત્યાની આશંકાને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.

(6:37 PM IST)