News of Thursday, 23rd April 2026
એપ્રિલથી TANની અરજીઓ પ્રોસેસ થવા પર બ્રેક
ટીડીએસ રિટર્ન ફાઈલ કરવાની ૧૫મી મે છેલ્લી તારીખ : ગુજરાતમાં પાનકાર્ડ અને ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબર આપવા માટે ૩૦૦ સેન્ટરોમાં અધધધધ અરજીઓ પેન્ડિંગ

અમદાવાદ,તા.૨૩: ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબર-ટાન લેવા માટે નવા પોર્ટલ પર કરવામાં આવી રહેલી અરજીઓ ગત એપ્રિલ ૨૦૨૯થી પ્રોસેસ જ થતી નથી. ટાન ઇશ્યૂ કરનારા એક જ સેન્ટરમાં ૫૦૦ અરજી પેન્ડિંગ છે. ગુજરાતમાં ટાન ઈશ્યૂ કરવા માટે ૩૦૦ જેટલા સેન્ટરો સક્રિય છે. આ જ રીતે પાનકાર્ડ ઇશ્યૂ કરવા માટેની અરજીઓ પણ પ્રોસેસ થઈ રહી નથી. એક જ સેન્ટરમાં પાનકાર્ડ માટેની ૧૮૦૦થી વધુ અરજીઓ પેન્ડિંગ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. પાનકાર્ડ અને ટાન કાર્ડ ઈશ્યૂ કરવા માટેની તાલીમના આરંભ આજથી જ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ ટાન નંબર ચેન્જ કરવા માટેનું ફોર્મ પણ હજી બહાર પાડવામાં આવ્યું નથી. ટીડીએસ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૧૫મી મે હોવાથી આ બાબત ગંભીર બની રહી છે. ૩૦મી એપ્રિલ સુધીમાં કરકપાત કરેલી રકમ જમા કરાવી દેવી પણ ફરજિયાત છે. ટાન ઈશ્યૂ કરવા માટે ગુજરાતમાં ત્રણ એજન્સીઓની નિમણૂક કરવામાં આવી છે. આ એજન્સીઓએ ૨૨મી તારીખ સુધી મોટાભાગના સેન્ટરોને તેને માટેની આપવા પાત્ર ટ્રેનિગ આપી નથી. તાલીમ આપવા નિયુક્ત થયેલી સંસ્થાઓમાં સ્ટીલ સિટી, અલ્ટ્રઇસ્ટ અને ઇન્ટિગ્રેટેડનો સમાવેશ થાય છે. ૨૨ દિવસમાં એક પણ ટાન ઇશ્યૂ કરવામાં આવ્યો નથી. જોકે અગાઉથી ટાન પરાવનારાઓ તેમના રિટર્ન ફાઈલ કરી શકે છે.
સરકારના નિયમ મુજબ ૨૦૨૫- ૨૯ના નાણાંકીય વર્ષના ટીડીએસની વિગતો ટીડીએસ રિટર્ન તમામ વિગતો સાથે ભરી દેવા માટે ટાન નંબર જરૂરી છે. ટાન માાટે કે પાનકાર્ડ માટે અરજી કરી હોય પરંતુ નંબર ન મળ્યો હોય તો તેવા સોગોમાં પેમેન્ટની રકમમાંથી ૨૦ ટકા રકમની કરકપાત કરવી પડે છે.
આવકવેરા ધારાની કલમ ૯૪-ટીમાં કંપનીઓએ ટેક્સ ડિડક્શન એકાઉન્ટ કરવામાં આવેલી નવતર જોગવાઈ હેઠળ ભાગીદારી પેઢીઓએ વ્યાજની કરવામાં આવતી ચુકવણી અને ડિરેક્ટર્સને રેમ્યુનરેશનતરીકે કરવામાં આવતા પેમેન્ટ પર ૧૦ ટકાના દરે ટીડીએસ-કરકપાત કરવી ફરજિયાત છે. પરિણામે સંખ્યાબંધ નંબર-ટાન માટે નવી અરજીઓ કરવી પડી છે. અત્યાર સુધી પાર્ટનરશીપ ફર્મ-ભાગીદારી પેઢીમાં ડિરેક્ટર્સને કરવામાં આવતા પેમેન્ટ પર ટીડીએસની જોગવાઈ નહોતી. રૂ. ૨૦,૦૦૦થી વધુ રકમના ચૂકવવામાં આવતા વ્યાજ, બોનસ, કમિશન તથા રેમ્યુનરેશન-મહેનતાણાના પેમેન્ટ પર ૧૦ ટકાના દરે ટીડીએસ કરવાનો આવે છે. ટીડીએસ ન કરવામાં આવે તો વ્યાજ અને પેનલ્ટી ચૂકવવાની આવે છે. પાનકાર્ડ ન હોય તો ૨૦ ટકાના દરે ટીડીએસ કરવાનો નિયમ છે.
ટીડીએસ કરવાનું ચૂકી જાય તો તે રકમ ખર્ચમાં બાદ આપવામાં આવતી નથી. તેથી તે ખર્ચ કયી હોવા છતાં ખર્ચ તરીકે બાદ ન મળે અને તેના પર ભાગીદારી પેઢીઓએ ૩૦ ટકાના દરે ટેક્સ ભરવાની જવાબદારી અદા કરવી પડે છે. જોકે આ માટે ગત પાંચમી એપ્રિલથી નવું પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે. પરંતુ આ પોર્ટલ ખૂલ્લું મૂકી દેવાની જાહેરાત સરકાર તરફથી કરી દેવામાં આવી હોવા છતાં અરજી કરનારાઓને ટાન નંબર એલોટ કરવામાં જ આવતો નથી.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
