<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામમાં નિવૃત પોલીસના ઘરે ચોરી કરનાર સંબંધી જ નીકળ્યા

તાપી જિલ્લા વ્યારા પોલીસ એ આરોપી પાસે 12.70 લાખના સોનાના ઘરેણા 100% રિકવર

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો વ્યારા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડી 100% મુદ્દામાલ રીકવર કરવામાં સફળતા મેળવી છે. પોલીસે કુલ રૂ. 12.70 લાખના સોનાના ઘરેણા કબ્જે કર્યા છે.
તાપી જિલ્લાના બાલપુર ગામના નિશાળ ફળિયામાં રહેતા લીમજીભાઈ રડતીયાભાઈ ગામીતના ઘરે તા. 08/04/2026ના રોજ અજાણ્યા ચોરે પ્રવેશ કરી તિજોરીમાંથી સોનાના મંગળસૂત્ર, પાટલા, ચેન સહિત કુલ રૂ. 12.50 લાખના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
બનાવ અંગે વ્યારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી તાપી જિલ્લાના વ્યારા.પોલીસ ની તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ફરીયાદીના નજીકના સગા દિવ્યાબેન અને તેના પતિ અનિલભાઈ ગામીતને શંકાના આધારે ઝડપી પાડ્યા હતા.
તેમની પાસેથી રૂ. 3.70 લાખના સોનાના ઘરેણા અને મોબાઇલ મળ્યા હતા. વધુ પૂછપરછમાં આરોપીઓએ બાકી ઘરેણા પર ગોલ્ડ લોન લીધાની કબૂલાત કરતા પોલીસે રૂ. 9 લાખના બાકીના ઘરેણા પણ કબ્જે કર્યા હતા.
આ રીતે પોલીસે કુલ રૂ. 12.70 લાખનો મુદ્દામાલ રીકવર કરી ચોરીનો સંપૂર્ણ ભેદ ઉકેલી દીધો હતો. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. રાવલના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પો.ઈન્સ.ડૉ.જાગૃત જોષી તથા પોલીસ સ્ટાફની ટીમે અંજામ આપી હતી.

(11:49 AM IST)