News of Thursday, 14th May 2026
નર્મદા જિલ્લામાં ઘરફોડ ચોરીનું પ્રમાણ વધ્યું : પોલીસને હાથતાળી આપતા તસ્કરોનો તરખાટ
રાજપીપળા રેલવે સ્ટેશન સામે આવેલી ઇન્દ્રપુરી સોસાયટીના મકાનમાંથી રૂ. 1.30 લાખની ચોરી બાદ દેડિયાપાડાના ગારદા ગામે ઘરમાંથી 1.53 લાખની ચોરી થતા પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલ

(ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળાની રાજેન્દ્ર નગર સોસાયટીમાં એકજ દિવસે ત્રણ મકાનોને ટાર્ગેટ બનાવી લાખોની ચોરી થવાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે
મળતી માહિતી અનુસાર વિપુલકુમાર ઠાકોરભાઇ દેસાઇ(રહે. રાજેન્દ્રનગર સોસાયટી એન.જે હોસ્ટેલ રોડ જલારામ મંદિર પાસે રાજપીપલા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તા.૧૨/૦૫/૨૦૨૬ ના રોજ સાંજના છ વાગ્યાથી તા.૧૩/૦૫/૨૦૨૬ ના સવારના ૦૫/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમય દરમ્યાન કોઇ અજાણ્યા ચાર ચોર ઇસમોએ ફરીયાદી નાઓના રહેણાંક મકાનમાંથી રોકડા રૂપીયા ૩૯૦૦૦/- તથા સોનાનુ ત્રણ તોલાનુ મંગળસુત્ર આસરે કિમત રૂપીયા ૯૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૧,૨૯,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી લઇ જઇ તેમજ ફરીયાદી નાઓની સોસાયટીમા પાડોસમા રહેતા વિજયસિંહ દોલતસિંહ કઠવાડીયાનાઓના ઘરના દરવાજાની લોખડની જાળીના સ્ટોપરનો નકુચો તોડી ઘરમા પ્રવેશ કરી તિજોરીના લોક તોડી ચોરી કરવાની કોસીશ કરી.તેમજ ફરીયદીનાઓની સોસાયટીમા રહેતા મોહનભાઇ ભયજીભાઇ પરમાર( રહે. હાલ મકાન નબર - એ/૭ , રાજેંદ્રનગર સોસાયટી) નાઓના બંધ મકાનમાં પણ ચોરોએ દરવાજાના સ્ટોપરનો નકુચો તોડી ઘરમા ચોરી કરવા સારૂ ઘરમાં પ્રવેશ કરી અને લોખંડની તિજોરી તોડી ચોરી કરવાની કોસીસ કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
