<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

વડોદરામાં દેણા ચોકડી પાસે કારનો કાચ તોડીને રૂ.35 લાખની રોકડની ચોરી : હેલ્મેટ પહેરેલા તસ્કરો રોકડ ભરેલી બેગ લઈ ફરાર

કન્સ્ટ્રક્શન કંપનીના એન્જિનિયર ચોરીનો ભોગ બન્યા: બેગમાં નમો આંગડિયા પેઢીમાંથી ઉપાડેલા રૂ.30 લાખ તેમજ અગાઉની ઉઘરાણીના રૂ.5 લાખ સહિત કુલ રૂ.35 લાખની રોકડ હતી.

વડોદરામાં દેણા ચોકડી પાસે કારનો કાચ તોડીને રૂ.35 લાખની રોકડની ચોરી કરવામાં આવતાં ચકચાર મચી છે. હાલોલથી વડોદરા આવી રહેલા કન્સ્ટ્રક્શન કંપનીના એન્જિનિયર આ ચોરીનો ભોગ બન્યા હતા. એન્જિનિયરે ચા-પાણી માટે કાર પાર્ક કરી હતી તે દરમિયાન હેલ્મેટ પહેરીને આવેલા તસ્કરોએ કારનો કાચ તોડ્યો હતો અને રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. બેગમાં નમો આંગડિયા પેઢીમાંથી ઉપાડેલા રૂ.30 લાખ તેમજ અગાઉની ઉઘરાણીના રૂ.5 લાખ સહિત કુલ રૂ.35 લાખની રોકડ હતી. આ રોકડનો ઉપયોગ કંપનીના કર્મચારીઓના પગાર ચૂકવવા અને સપ્લાયરોને પેમેન્ટ કરવા માટે થવાનો હતો. ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

(11:44 AM IST)