<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

ખેડૂતે વાડીની રક્ષા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ સેન્સર વાળા સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી: સાયરન વાગતા જ ચોરો ભાગ્યા

વલસાડના પારડીના પોણીયાના અલ્પેશ દેસાઈ નામના ખેડૂતે કેરી નો પાક બચાવવા માટે આધુનિક ટેકનોલોજી થી સજ્જ મોશન સેન્સરવાળા સીસીટીવી કેમેરા લગાવ્યા

વલસાડ જિલ્લાના મુખ્ય પાક કેરીની સીઝન અત્યારે ચાલી રહી છે એક તરફ બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતામાં છે. તો બીજી તરફ કેરી ચોરોનો ત્રાસ વર્તાઈ રહ્યો છે. કેરી ચોરીની ઘટનાઓ ખેડૂતો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. તેવામાં વલસાડના પારડીના પોણીયા ગામના એક ખેડૂતે પોતાની વાડીની રક્ષા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ સેન્સર વાળા સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી છે. જેથી કોઈ બહારનો વ્યક્તિ વાડીમાં પ્રવેશ કરવા પ્રયાસ કરે તો સાયરન વાગે છે અને ખેડૂતને વિડીયો સાથે મેસેજ પણ પહોંચે છે. 

બે દિવસ અગાઉજ આ વાડીમાં કેરી ચોરીના પ્રયાસ પહેલા જ આ સીસીટીવી સિસ્ટમ એક્ટિવ થતાં સાયરન વાગ્યું  હતું અને કેરી ચોરો વાડીમાં પ્રવેશ કરે એ પહેલાજ ત્યાંથી ભાગવું પડ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મહત્વપૂર્ણ છે કે શરૂઆતમાં પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના પાકમાં મોટું નુકસાન થયું હતું. આથી આ વખતે કેરીનું ઉત્પાદન ઓછી થવાની શક્યતા હતી  એમાં પણ ભાવ ઓછા થતાં ખેડૂતોને બમણો માર પડ્યો હતો.  હવે એવા સમયે હવે  વલસાડ જિલ્લામાં કેરીની સિઝન સરૂં થતાંજ કેરી ચોરોનો ત્રાસ વર્તાઈ રહ્યો છે.

 

વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં કેરી ચોરીના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે વલસાડના પારડીના પોણીયાના અલ્પેશ દેસાઈ નામના ખેડૂતે કેરી નો પાક બચાવવા માટે આધુનિક ટેકનોલોજી થી સજ્જ મોશન સેન્સરવાળા સીસીટીવી કેમેરા લગાવ્યા છે સાથે જ સાયરનો લગાવી છે ત્યારે જેવા કોઈ લોકો વાડી માં અંદર પ્રવેશ કરવા પ્રયાસ કરે છે.  એ વખતે સાયરન વાગે છે અને સીસીટીવી માં પણ દ્રશ્યો કેદ થાય છે. બે દિવસ અગાઉ આ આંબાવાડીમાં કેટલાક લોકો વાડીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ દરમિયાન જ ખેડૂતે લગાવેલી આધુનિક સીસીટીવી સેન્સર સીસ્ટમ એલર્ટ થઈ હતી અને સાઇરન વાગતા આ લોકો વિલા મોઢે પરત થવું પડ્યું હતું .જોકે કેરી ચોરીના થયેલા પ્રયાસ અંગે ખેડૂતોએ સીસીટીવી ફૂટેજ સાથે પારડી પોલીસ સ્ટેશનમાં  કેરી  ચોરીની ઘટનાઓ રોકવા માટે લેખિત  રજૂઆત કરી છે .

 

(5:37 PM IST)