News of Sunday, 6th September 2026
અપહરણના CCTV વાયરલ :પતિને એક શખ્શે પાછળથી પકડી રાખ્યો અને પછી કિંજલ રબારીની હરકતથી અનેક સવાલો સર્જાયા
કિંજલ જાતે કારની અંદર બેસી જાય છે! ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું કિંજલનું અપહરણ થયું કે કિંજલ સ્વતંત્ર રીતે – પોતાની ઇચ્છા અનુસાર કારમાં બેસી ગઈ?

અમદાવાદ : બપોરના બે વાગ્યે કિંજલ રબારીનું કાળા રંગની કારમાં અપહરણ થયું હોવાના સમાચાર વીજળીવેગે વહેતા થયા. આ અપહરણ વિશે સૌ પહેલા પોલીસ કન્ટ્રોલ રૂમમાં તેના પતિ દ્વારા જાણ કરવામાં આવી હતી. એ પછી કિંજલ રબારીના અપહરણ થયા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જોકે સીસીટીવીને લઈને કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
સીસીટીવી પ્રમાણે સૌ પહેલા કાળા રંગની કાર આવે છે. કિંજલ અને તેનો પતિ કારની બાજુમાં જાય છે. એવામાં એકાએક એક યુવક આવી કિંજલના પતિને પાછળથી પકડી લે છે અને પછી.
આખી ઘટના વળાંક લે છે કે કિંજલ જાતે કારની અંદર બેસી જાય છે! ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું કિંજલનું અપહરણ થયું કે કિંજલ સ્વતંત્ર રીતે – પોતાની ઇચ્છા અનુસાર કારમાં બેસી ગઈ? શું કિંજલને રવિવારના દિવસે આ બધું થવાનું છે તેની પહેલાથી જાણકારી હતી? કિંજલ જે કારમાં બેઠી એ અજાણ્યા ઇસમોને ઓળખે છે? આવા અનેક સવાલો સીસીટીવી સામે આવ્યા બાદ ઊભા થઈ રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ કેસમાં પોલીસ તપાસ બાદ શું નવું હાથ લાગે છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
