News of Monday, 23rd November 2026
દેવકૃષ્ણદાસજી સ્વામીની દિક્ષા ષષ્ઠિપૂર્તિની ઉજવણીઃ ગુરૂકુલના વડા ૮૦ વર્ષની વયે સેવા-ભકિતમાં અવિરત
૭૦ ગુરૂકુલ અને ૩૯પ૦૦ વિદ્યાર્થીઓઃ પ૦ લાખ મંત્ર અને ર૩ પુસ્તકો લખ્યા

સુરતઃ તા.૨૨,સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે રાજકોટ ગુરુકુલ સંસ્થાનના ર૭૫ સાધુઓ અને લાખો ભક્તોના ગુરુસ્થાને વિરાજતા શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની દીક્ષા ષષ્ઠીપૂર્તિ વર્ષ પ્રસંગે નિરામયતા સાથે સુદીર્ધાયુની ભગવાનને પ્રાર્થના કરી.
ચાતુર્માસ સમાપન પ્રસંગે પ્રાતઃકાળે ભગવાનને પંચામૃત તથા વિવિધ ફળોના રસથી, સાયંકાળે ફૂલપાંખડીઓથી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ અભિષેક કર્યો.
આ પ્રસંગે સ્વામીજીના જીવન અને કાર્યોની વાત કરતાં શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ ૧૯૬૬માં પ્રબોધની એકાદશીએ ત્યાગાશ્રમની દીક્ષા લીધેલ. આજે એ દીક્ષાને ૬૦ વર્ષ થઈ રહ્યા છે. સ્વામીશ્રીનો જન્મ ૩૦ મી સપ્ટેમ્બર ૧૯૪૬થી મોરબી જિલ્લાના વેજલપર ગામે થયેલો. તેઓશ્રીનું પૂર્વાશ્રમનું નામ દેવજીભાઈ કૈલા હતું.
ઉગતી આઝાદીના સમયે ૧૯૪૮ ના રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના શાષાીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કરી. દેવજીભાઈએ આ ગુરુકુલમાં જૂન ૧૯૬૦ના આઠમા ધોરણમાં પ્રવેશ લીધો.
એકાદ વર્ષ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અભ્યાસ કરી ધર્મજીવનદાસજી સ્વામીના આજીવન સેવક તરીકે જોડાયા. શાષાીજી મહારાજે પોતાના શિષ્ય પાર્ષદ શ્રી દેવજી ભગતને સંવત્ ૨૦૩૭ કારતક સુદ-એકાદશી, નવેમ્બર ૧૯૬૬ના વડતાલ ધામમાં ભાગવતી દીક્ષા અપાવી. આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજે સાધુ દેવકૃષ્ણદાસ નામ રાખ્યું.
સાધુતામય નિઃસ્પૃહી જીવન જીવનારા ૨૮ વર્ષના શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની ગુરુ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ૧૯૭૪ માં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ટ્રસ્ટ નંબર E- ૪૫ ના ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરી.
૫,મી ફેબ્રુઆરી ૧૯૮૮ એ ગુરુ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી અક્ષરધામ સિધાવ્યા. એ પછી ટ્રસ્ટ અને તેની સંસ્થાઓ રાજકોટ, જૂનાગઢ અને અમદાવાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનો કાર્યભાર શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ સંભાળ્યો.
આજે એમની નિશ્રામાં ગુજરાતમાં-૩૦,આઉટ સ્ટેટમાં-૨૧ અને અમેરિકા-૧૧, લેટીન અમેરિકા-૩, કેનેડા-૨, લંડન-૧, ઓસ્ટ્રેલિયા-૧, આફ્રિકા-૧ આદિ દેશોમા ૭૦ સંસ્થાઓ કાર્યરત છે.
વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાનો પ્રચાર પ્રસાર કરી રહેલા શ્રી દેવકૃષ્ણદાસજી ની નિશ્રામાં ભારતમાં ૩૯,૫૦૦ વિદ્યાર્થીઓ વિદ્યા સાથે સુસંસ્કાર મેળવી રહ્યા છે. જેમાં ૧૨૦ બ્રહ્મકુમારો નિઃશુલ્ક સંસ્કૃત વેદાધ્યન કરે છે. ૭૦૦ વિદ્યાર્થીઓ રોજના ૧-૦૦ રૂ. લવાજમમાં વિદ્યાભ્યાસ કરે છે. દર વરસે ૫૦, લાખ રૂપિયાની શિક્ષા સહાય અને ધર્મજીવન શિષ્યવૃત્તિનો લાભ વિદ્યાર્થીઓને અપાય છે. વિદ્યાર્થીઓએ ગીનીસ વર્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યા છે. ૪૬૦૦ થી વધુ કર્મચારીઓ સંસ્થામાં કાર્યરત છે. ૨૦૦૧ ના ભૂકંપ ગ્રસ્ત ૫૫ ગામોમાં સ્કૂલ બિલ્ડિંગો બાંધ્યા છે.
૧૯૯૧થી ગુરુકુલની રાજકોટ, અમરેલી અને સુરત હોસ્પિટલ દ્વારા ૪૬ લાખથી વધુ દર્દીઓની નિઃશુલ્ક કે રાહત દરે સેવા કરાઇ છે, ગ્રામ્ય વિસ્તારમાં મોબાઇલ મેડિકલવાનની સેવાનો ૭ સાત લાખથી વધુ દર્દીઓએ નિઃશુલ્ક લાભ લીધો છે., ૪૩૨ રક્તદાન કેમ્પ દ્વારા ૬૫,૦૦૦ બોટલ રક્તદાન કરાયું, ૫૨૧ પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પોમાં ૫,૨૫,૩૯૦ મૂક પશુઓની સેવા થઈ.
૨૯ વર્ષ( ૨,૫૪,૦૦૦)થી વધુ ક્લાકોથી અખંડ સ્વામિનારાયણ મંત્રની ધૂન તથા મંત્રનું લેખન સુરત ગુરુકુલમાં થઈ રહ્યું છે. સ્વામીશ્રીએ ૫૦ લાખ સ્વામિનારાયણ મંત્રનું લેખન કર્યું છે. આજે પણ દરરોજ ત્રણ કલાક સ્વામિનારાયણ મંત્રલેખન કરી રહ્યા છે. રોજ ત્રણ કલાક સંતોની કથાનું શ્રવણ કરે છે. આપણા અંતરના તારને જગાડી દે તેવા શોર્ટ સૂત્રોથી સભર ૨૩ પુસ્તકો લખ્યા છે. ૨૦૦ ઉપરાંત ધાર્મિક પુસ્તકોનું વાંચન કર્યું છે. દર્શને આવતા નાના બાળકને પણ પ્રેમથી બોલાવે, સાકરની પ્રસાદી આપી રાજી કરતા રહે છે.
સ્વામીજીએ ભારત ઉપરાંત અમેરિકા, લેટિન અમેરિકા, કેનેડા, ચુકે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ આદિ દેશોની સત્સંગ વિચરણ ચાત્રાઓ કરી છે. જે આજે ૮૦ વર્ષેની અવસ્થાએ પણ અવિરત ચાલતી રહી છે. સભાના અંતમાં સ્વામીશ્રીના સુદીર્ધાયુ સહ નિરામયતા ભગવાન પ્રદાન કરતાં રહે તેવી પ્રાર્થના સહુએ કરી હતી. ગુરુકુલ પરિવારના ૩૫૦૦ ઉપરાંત ભક્તો અને ૩૫ સંતો તથા૭૦૦ વિદ્યાર્થીઓએ ચાતુર્માસમાં લીધેલ નિયમ ભગવાનના ચરણે સમર્પિત કરાયા હતા.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
