<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

રાજ્‍યમાં ૧ જૂનથી વસતિ ગણતરી

૨૦૧૧ પછી પ્રથમવાર રાજ્‍યમાં વસતિ ગણતરીની મહાકવાયત શરૂ થશે : સવા લાખથી વધુ કર્મચારી કામગીરીમાં જોતરાશે પ્રથમ તબક્કામાં ઘરયાદી અને મકાનોની ગણતરી બાદ ફેબ્રુઆરી-૨૦૨૭માં જાતિ આધારીત વસતિ ગણતરી થશેઃ માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે, આવક કે બેંક એકાઉન્‍ટ નહીં મગાય

અમદાવાદ,તા.૧૩: ગુજરાતમાં આઝાદી પછીની ૮મી વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો ૧ જૂનથી શરૂ થશે જે ૩૦ જૂન સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં ૩૩ પ્રશ્નમા પરિયાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે અને તે પછી બીજા તબક્કામાં જાતિ સહિતની વસતિની ગણતરી વથી ૨૩ ફેબ્રુઆરી-૨૧૦૨૭ દરમિયાન યોજાશે તેમ વસતિ ગણતરી નિયામક સુજલ જે. મમાબાએ જાહેર કર્યું છે. નાગરિકો સેન્‍સસના પોર્ટલ જાતે જ કરી શકે તેવી સ્‍વગણતરીનો વિકલ્‍પ પણ આ વખતે અપાયો છે. પરમાં કમો સ્‍માર્ટ ફોન વપરાય છે તે સહિત અનેક નવી બાબતો પણ ઉમેરાઈ છે. વસતિ ગણતરીમાં નાગરિક સહકાર ન આપે તો તેમની સામે કાનૂની પગલા લેવાની જોગવાઈ પણ છે.

૨૦૧૧ના વર્ષ પછી વસતિ ગણતરીની મહાકાય કવાયત્ત હવે શરૂ થવા જઈ રહી છે. ચાલ વસતિ ગણતરી સાથે રોકાયેલા કર્મચારી-અધિકારીઓની તાલીમ ચાલી રહી છે. નિયામક મયાત્રાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, જનગણનાથી જને કલ્‍યાણના મંત્ર સાથે બે તબક્કામાં સંપૂર્ણ રીતે ડિજિટલ માધ્‍યમથી ગણતરી હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં ઘસ્‍યાદી અને મકાનોની ગણતરી ૧થી ૩૦ જૂન સુધી કરાશે. તેમાં આવાસની સ્‍થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનોસ્ત્રેત, શૌચાલયની સુવિધા અને અન્‍ય અસક્‍યામતોના પ્રશ્નો પૂછારો, બીજા તબક્કામાં વસતિ ગણતરી ૯થી ૨૮ ફેબ્રુઆરી -૨૦૧૭ દરમિયાન કરાશે. બીજા તબક્કા દરમિયાન જ એસસી-એસટી કે અન્‍ય જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરાશે, કેન્‍દ્ર સરકાર દ્વારા આ માટે ૧૧,૭૧૮૩૪ કરોડના ખર્ચને મજૂરી અપાઈ છે. એન્‍ડ્રોઈડ અને IOS એપ પર ગુજરાતી સહિત ૧૬ ભાષામાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરાશે. આ વસતિ ગણતરીમાં ૧,૧૦,૫૯૮ હાઉસ લિસ્‍ટિંગ બ્‍લોક્‍સ, ૧,૦૯,૦૩૮ ગણતરીજરો તેમજ ૧૮,૨૫૪ સુપરવાઈઝરનો સમાવેશ થાય છે. પરનું જીઓ ટેગિગ કચરો.

ડેટા સુરક્ષા અંગેના સવાલના જવાબમાં તેમણે ખાતરી આપતા કહ્યું હતું કે, નિયમોની જોગવાઈ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્‍યક્‍તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે. એટલું જ નહીં તેનો ઉપયોગ કાનૂની અથવા કરવેરાના હેતુઓ માટે કરી શકાશે નહીં. કોઈની આવક કે બેંક એકાઉન્‍ટ માગવામાં આવ્‍યા નથી. દરેક વ્‍યક્‍તિ સાચી અને સંપૂર્ણ માહિતી આપવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે અને માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ દંડ અને પોલીસ ફરિયાદ બંનેની જોગવાઈ પણ છે

૧૭ મેથી નાગરિકો સ્‍વગણતરી કરી શકશે

નાગરિકો માટે 'સ્‍વ-ગણતરી'નો વિકલ્‍પ પણ તાયો છે, જેમાં ઉત્તરઘતાઓ તા. ૧૭ મેથી ઝ મે-૨૦૦૧ દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.sensus.gov.in પર વિગતો જાતે ભરી શકશે. સ્‍વ-ગણતરી બાદ આંકડાનો એક આઇડી જનરેટ થશે જે ગણતરી કરવા ઘરે આવે તેમને આપવાનો રહેશે. સ્‍વ-ગણતરો ડેટાની પુષ્ટિ કર્યા પછી ગણતરીઘર તેને મૂળ ડેટાબેઝમાં સમાવશે.

ઘરનું ભોંયતળિયું, દીવાલ-છત કેવી છે તેની પણ માહિતી આપવી પડશે

સિમેન્‍ટના પતરા, પાકી ઇંટ કે કોકિટની છે તે વિગતો પણ ઘરનુ ભોંયતળિયું માટી, લાકડા, પથ્‍થર, સિમેન્‍ટ કે ફફલોર ટાઇલ્‍સ મોઝોક છે ત્‍યાંથી લઇને દીવાલ ઘાસ, પોલિયોન, લાકડુ, ગારાની મેળવવામાં આવશે. છતમાં ઘાસ નલિયા, પ્‍લાસ્‍ટિક, પાકી ઇંટ કે કોટિ છે તે પણ પૂછવામાં આવશે, ઘરનો ઉપયોગ રહેઠાણ સિવાય દુકાન-ઓફિસ કે અન્‍ય માટે થઇ નથી રહ્યો તે પણ જોવાશે. ઘરની સ્‍થિતિ રહેવા લાયક છે કે નહીં એના માલિકીના દરજ્‍જાની પણ જાણકારી મેળવાવી. કુટુંબમાં રહેતા પરિણીત દંપતી, ઇંધણ, ટીવી માટે કેબલ કે ડીશ, વાહનમાં સાયકલ કે અન્‍ય દ્વિયકી, ફોર વ્‍હીલરની માહિતી પણ મેળવાશે.

ગણતરીકારને સહયોગ કરોઃ એક ઘરમાં જેટલા રસોડા તેટલા પરિવાર વ્‍યક્‍તિઓની સંખ્‍યા અને SC-ST સહિતની માહિતી આપવી પડશે

એક ઘરમાં જેટલા રસોડા હશે તે પ્રમાણે પરિવાર ગણવામાં આવશે. લેબર કોલોની, ઝૂંપડા ઉપરાંત ફેબ્રુઆરીમાં જેમના ઘર નથી તેમની પણ ગણતરી કરવામાં આવશે, ઘર ભાડાનું છે કે માલિકીનું તે પણ જોવાશે. કુટંબના મુખ્‍ય માણસનું નામ અને ઘરમાં રહેતા કુલ વ્‍યક્‍તિઓની સંખ્‍યા તેમજ એસસી-એસટીની માહિતી પણ ગણતરીકાર દ્વારા ભરવામાં આવશે. બંધ મકાન હશે તો ફરી વખત વસતિ ગણતરીના કર્મચારી મુલાકાત લેશે. જૂનથી બીજા તબક્કા સુધી નવા ઉમેરાયેલા મકાનોની પણ ગણતરી કરાશે.

બોટલ્‍ડ વોટર, સ્‍માર્ટ ફોન અને કયું અનાજ ઉપયોગમાં લેવાય છે તે પ્રથમ વખત પૂછાશે

વખતની વસતિ ગણતરીમાં કેટલીક બાબતો પ્રથમ વખત છે. જેમાં પીવાના પાણીના વિવિધસ્ત્રેતમાં સીલબંધ બોટલનું પાણી વાપરો છો કે નહી તે પણ પૂછવામાં આવશે. તેવી જ રીતે સામ સામાન્‍ય મોબાઇલ કે સ્‍માર્ટ ફોનની પણ માહિતી આપવી પડશે. તો કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાનું મુખ્‍ય અબાજ ચોખા, ઘઉં, જુવાર, બાજરી, મકાઇ કે અન્‍ય કોઇ છે તેની પણ જાણકારી મેળવાશે. ઇન્‍ટરનેટની ઉપલબ્‍ધતા લેપટોપ, કમ્‍પ્‍યૂટર કે મોબાઇલ-સ્‍માર્ટ ફોનમાં છે તે પણ પૂછવામાં આવશે.

(11:04 AM IST)