<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

સુરતમાં વસતી ગણતરીની કામગીરી પહેલા જ દિવસે ખોરવાઈ ગઈ

કર્મચારીઓને જરૂરી કીટ ઉપલબ્ધ ન થતાં કામગીરી શરૂ થઈ શકી નથી: ગણતરી માટેની કીટ ન પહોંચતા અનેક સ્થળોએ કામગીરી અટકી પડી

સુરતમાં વસતી ગણતરીની કામગીરી પહેલા જ દિવસે ખોરવાઈ ગઈ હોવાનો મામલો સામે આવ્યો છે. વસતી ગણતરી માટે ફાળવાયેલા કર્મચારીઓને જરૂરી કીટ ઉપલબ્ધ ન થતાં કામગીરી શરૂ થઈ શકી નથી. ગણતરીદારો સુધી ગણતરી માટેની કીટ ન પહોંચતા અનેક સ્થળોએ કામગીરી અટકી પડી હતી. બીજી તરફ વિવિધ પડતર માંગણીઓને લઈને શિક્ષકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જેના કારણે વસતી ગણતરીની કામગીરીના અમલીકરણ સામે પ્રશ્નો ઊભા થયા છે.

(6:14 PM IST)