<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

સુરતમાં મોર્નિંગ વોક કરનારા લોકોને ટાર્ગેટ કરી ચેઈન મોબાઈલ સ્નેચિંગ કરતો રીઢો આરોપી ઝડપાયો

સુરત ક્રાઈમ બ્રાંચે 3.38 લાખના મુદ્દામાલ સાથે આરોપી સાહીલ શેખને દબોચ્યો:આરોપીની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે કુલ 4 સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યા

સુરતમાં સવારે ચાલવા નીકળેલા લોકોને ટાર્ગેટ કરી ચેઈન – મોબાઈલ સ્નેચિંગ કરતો રીઢો આરોપી ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાંચે 3.38 લાખના મુદ્દામાલ સાથે આરોપી સાહીલ શેખને દબોચ્યો છે. પાલ, અડાજણ, અશ્વિનીકુમાર વિસ્તારમાં એકલા ચાલતા સ્ત્રી-પુરુષોને એક્સેસ મોપેડ પર આવી ટાર્ગેટ કરતો હતો. મોપેડ પરથી ચેઇન અને મોબાઇલ ઝૂંટવી ફરાર થઈ જતો, 20 દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો. પોલીસે કબજે કરેલ મુદ્દામાલની કિંમત 3,38,545 થાય છે. કબજે કરાયેલ મુદ્દામાલમાં સોનાનું પેન્ડન્ટ, બે આઈફોન સહિત 3 મોબાઈલ અને એક મોપેડનો સમાવેશ થાય છે. આરોપી સામે ઉધના, અડાજણ, ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયેલા છે. આરોપીની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે કુલ 4 સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યા છે.

(9:02 PM IST)