<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

ચૈતર વસાવાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા: સજા પર સ્ટે અને ટ્રાયલ કોર્ટના કરવા માંગણી

નર્મદામાં વનકર્મી પર હુમલો અને ખંડણીના કેસમાં ડેડિયાપાડા કોર્ટે ફટકારેલી સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદામાં વનકર્મી પર હુમલો અને ખંડણીના કેસમાં ડેડિયાપાડા કોર્ટે ફટકારેલી સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. ડેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવા સહિત કુલ 9 દોષિતોને સાત વર્ષની સજા ફટકારી હતી. હવે આ સજા પર સ્ટે મૂકવા તેમજ ટ્રાયલ કોર્ટના હુકમને રદ કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. ચૈતર વસાવાના પર્સનલ આસિસ્ટન્ટ (PA)એ પણ અલગથી હાઇકોર્ટમાં અરજી કરી છે. નોંધનીય છે કે અગાઉ આ જ કેસમાં ચૈતર વસાવાની પત્ની સહિતના અન્ય દોષિતોને કોર્ટે જામીન મંજૂર કર્યા હતા

(12:19 PM IST)