<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

આજથી ૨ નવેમ્‍બર દરમિયાન રાજ્‍યમાં માવઠાની શકયતા દરિયા કિનારે સૌથી વધુ અસર

બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડા ‘અર્નબ'ની અસરથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે

(જયેશ ભટાસણા) ટંકારાઃ હવામાન આગાહીકાર રમેશ બસિયા નાના ખીજડીયા, ટંકારા એ જણાવ્‍યું હતું કે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાની શકયતા છે. બંગાળની ખાડીમાં સક્રિય તીવ્ર ચક્રવાતી વાવાઝોડું ‘અર્નબ' અને ઉત્તર ભારત તરફથી આવનારા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં ૩૦ ઓક્‍ટોબરથી ૨ નવેમ્‍બર દરમિયાન માવઠું થઈ શકે છે.

 બંગાળની ખાડીમાં સક્રિય ચક્રવાતી વાવાઝોડું ‘અર્નબ'  આવતીકાલે આંધ્રપ્રદેશના કાંઠે લેન્‍ડફોલ થયા બાદ નબળું પડશે અને ત્‍યારબાદ ઉત્તર દિશામાં આગળ વધશે. તેની અસરથી આંધ્રપ્રદેશ, ઓડિશા, પヘમિ બંગાળ, બિહાર, પૂર્વ મધ્‍યપ્રદેશ, ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્‍તારો તેમજ નેપાળ સુધી ભારે વરસાદની શકયતા છે.

ચક્રવાતી સિસ્‍ટમની અસર ઉપરાંત આજે ઉત્તર ભારતને અસર કરતા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ અને મધ્‍ય સ્‍તરે ભેજનું પ્રમાણ વધવાને કારણે ગુજરાતના વાતાવરણમાં અસ્‍થિરતા જોવા મળી શકે છે. ખાસ કરીને ૩૦ ઓક્‍ટોબરથી ૨ નવેમ્‍બર દરમિયાન રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં માવઠું થવાની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્‍ટ્ર અને પૂર્વ ગુજરાતના વિસ્‍તારોમાં છૂટાછવાયા સ્‍થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. પヘમિ સૌરાષ્‍ટ્રના કેટલાક વિસ્‍તારોમાં પણ હળવા વરસાદની શકયતા છે.

સૌરાષ્‍ટ્રના મોટાભાગના વિસ્‍તારો અને કચ્‍છમાં માવઠાની શકયતા પ્રમાણમાં ઓછી છે, પરંતુ તેને સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી. આ સમયગાળા દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્‍ચે એકલદોકલ વિસ્‍તારોમાં હળવાં વરસાદી ઝાપટાં પડી શકે છે. આગામી દિવસોમાં રાજ્‍યમાં મહત્તમ તાપમાન ૩૩થી ૩૫ ડિગ્રી સેલ્‍સિયસની આસપાસ રહેવાની શકયતા છે. પવન મુખ્‍યત્‍વે ઉત્તર અથવા ઉત્તરપૂર્વ દિશામાંથી ફૂંકાશે.

(1:26 PM IST)