<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

દિલજીત દોસાંજના યોજાનારા કોન્સર્ટ પહેલાં ચંદીગઢના એક પ્રોફેસર અમદાવાદ પહોંચ્યા: ચાર ગીતો સામે વાંધો ઉઠાવ્યો

પ્રોફેસર ડૉ. પંડિતરાવે દિલજીતનાં ચાર ગીતો સામે વાંધો ઉઠાવી ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસરને ફરિયાદ કરી:ફરિયાદના આધારે પોલીસ કમિશનરે તપાસ મોટેરા પોલીસને સોંપી

અમદાવાદના ઘાટલોડિયામાં લાખોની નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઘાટલોડિયા પોલીસે ટ્રેપ ગોઠવી રાહુલ ઠાકુર અને માલચંદ શર્મા નામના બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ચિલ્ડ્રન બેંક સહિતની નકલી નોટો મળી આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે નાગપુરથી આંગડિયામાં નાણાં મંગાવનાર એક વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી હતી. વેપારીને અગાઉ 40 લાખ રૂપિયાની નકલી નોટો પધરાવવામાં આવી હતી. આરોપીઓ 5 હજાર રૂપિયાના કમિશન માટે નકલી નોટો આપતા હતા. આ કૌભાંડમાં કુલ પાંચ આરોપીઓની સંડોવણી સામે આવી છે. પોલીસને દિલ્હી અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં પણ આરોપીઓની કડીઓ મળી છે. હવે પોલીસ અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે.

(6:49 PM IST)