તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Thursday, 29th October 2026
અમદાવાદના વાતાવરણમાં પલટો રાણીપ, ચાંદખેડા અને સાબરમતીમાં હળવો વરસાદ
અચાનક પડેલા વરસાદના કારણે માર્ગો ભીંજાયા બજારોમાં નીકળેલા લોકો વરસાદથી બચવા માટે દુકાનો અને શેડ નીચે આશરો લેવા મજબૂર બન્યા

અમદાવાદ શહેરમાં સવારથી જ સૂર્યનારાયણ અને વાદળો વચ્ચે સંતાકૂકડી ચાલી રહી હતી. બપોર બાદ અચાનક આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના રાણીપ, ચાંદખેડા તેમજ સાબરમતી જેવા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. અચાનક પડેલા વરસાદના કારણે માર્ગો ભીંજાયા હતા અને ટુ-વ્હીલર ચાલકો તેમજ દિવાળીની ખરીદી કરવા બજારોમાં નીકળેલા લોકો વરસાદથી બચવા માટે દુકાનો અને શેડ નીચે આશરો લેવા મજબૂર બન્યા હતા.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
