<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

અમદાવાદના નિકોલમાં થાઈલેન્ડ ટૂર પેકેજની લાલચ આપી ₹12.03 લાખની છેતરપિંડી: મયુર સોનીના રિમાન્ડ મંજૂર

પોલીસ દ્વારા રજૂ કરાયેલી રિમાન્ડ અરજીમાં એવો ઉલ્લેખ કરાયો કે આરોપી મયુર સોની પૂછપરછ દરમિયાન વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યો છે

અમદાવાદના નિકોલ વિસ્તારમાં 'વિનાયક હોલીડે ટૂર એન્ડ ટ્રાવેલ્સ'ના નામે થાઈલેન્ડ ટૂર પેકેજની લાલચ આપી 18 લોકો સાથે ₹12.03 લાખની છેતરપિંડી આચરનાર ટૂર ઓપરેટર મયુર સોનીના ગ્રામ્ય કોર્ટે આગામી 21 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલે ફરિયાદી ગુણવંત પટેલ દ્વારા નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા રજૂ કરાયેલી રિમાન્ડ અરજીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપી મયુર સોની પૂછપરછ દરમિયાન વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યો છે અને તેની વિરુદ્ધ અગાઉ પણ અલગ-અલગ કોર્ટમાં છેતરપિંડીના કેસો નોંધાયેલા છે, જેની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા છે.

(9:24 PM IST)