તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 10th November 2026
નૂતન વર્ષના મંગલ પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી શુભેચ્છા મુલાકાત
રાજ્યપાલએ મુખ્યમંત્રી સહિત સમગ્ર ગુજરાતના નાગરિકોને પાઠવી નવા વર્ષની શુભકામના

ગાંધીનગર :નૂતન વર્ષના પ્રથમ દિવસે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ અવસરે રાજ્યપાલએ મુખ્યમંત્રી સહિત સમગ્ર ગુજરાતના નાગરિકોને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી.
નૂતન વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે આ નવું વર્ષ સમગ્ર ગુજરાત અને દેશવાસીઓના જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ લઈને આવે તેવી મંગલકામના છે.
રાજ્યપાલએ આહ્વાન કર્યું કે નૂતન વર્ષના પ્રારંભે આપણું ગુજરાત વિકાસ અને જનકલ્યાણના નવા કીર્તિમાન સ્થાપિત કરે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં રાજ્યનો પ્રત્યેક નાગરિક પોતાનું સક્રિય યોગદાન આપે.
તેમણે વધુમાં ઉમેર્યું કે નવા વર્ષમાં આપણે સૌ સત્ય, નિષ્ઠા, સેવા અને પર્યાવરણ સંરક્ષણ જેવા નૈતિક મૂલ્યોને જીવનમાં ઉતારીએ. જમીનની ફળદ્રુપતા અને નાગરિકોના સ્વાસ્થ્ય રક્ષણ અર્થે પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવી ગુજરાતને ઝેરમુક્ત રાજ્ય બનાવવા તરફ આગળ વધીએ.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
