<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ - નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીની મૂલાકાતે વર્લ્‍ડ એથ્‍લેટિક્‍સ ડેલિગેશન

ગુજરાતમાં પ્રસ્‍તાવિત વર્લ્‍ડ એથ્‍લેટિક્‍સ ચેમ્‍પીયનશીપ-૨૦૩૧ માટેના સ્‍પોર્ટ્‍સ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અભ્‍યાસ-નિરીક્ષણ માટે વર્લ્‍ડ એથ્‍લેટીક્‍સ ડેલિગેશન ગુજરાત મૂલાકાતે

અમદાવાદ તા.૨૨: એથ્‍લેટિક્‍સની આંતરરાષ્‍ટ્રીય સંચાલક સંસ્‍થા વર્લ્‍ડ એથ્‍લેટિક્‍સનું પાંચ સભ્‍યોનું ડેલિગેશન બીડ ઈવેલ્‍યુએશન પેનલના ચેરમેન  એંટી ફિલ્‍હાકોસ્‍કીના નેતળત્‍વમાં ગુજરાતની મૂલાકાતે છે.

આગામી ૨૦૨૮માં વર્લ્‍ડ એથ્‍લેટિક્‍સ અંડર-૨૦ ચેમ્‍પીયનશીપ તથા વર્લ્‍ડ એથ્‍લેટિક્‍સ ચેમ્‍પીયનશીપ ૨૦૩૧ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે.

વર્લ્‍ડ એથ્‍લેટિક્‍સ ડેલિગેશન આ પ્રસ્‍તાવિત રમતોત્‍સવોના સંદર્ભમાં ગુજરાતનું સ્‍પોર્ટ્‍સ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને અન્‍યુ આનુષાંગિક સુવિધાઓના અભ્‍યાસ-નિરીક્ષણ માટે તા. ૨૨ અને ૨૩ જૂન એમ ૨ દિવસો માટે ગુજરાત આવ્‍યું છે.

મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી સાથે ગાંધીનગરમાં મૂલાકાત બેઠકથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે.

મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલે ડેલિગેશનના સભ્‍યો સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો કે, ગુજરાતના સ્‍પોર્ટ્‍સ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરની નિરીક્ષણ-મૂલાકાતથી ડેલિગેશનને ગુજરાતની સજ્જતા અને સ્‍પોર્ટ્‍સ કલ્‍ચરની પ્રત્‍યક્ષ અનુભૂતિ થશે જ.

ગુજરાત સરકાર આ એથ્‍લેટિક્‍સ ચેમ્‍પીયનશીપ-૨૦૩૧ની યજમાની મેળે તે માટે આશાવાદી છે અને આ રમતોના સફળ આયોજનની તૈયારીઓ વેગવંતી બનાવી છે એમ પણ મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

આ મૂલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન નાયબ મુખ્‍યમંત્રી  હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાત વર્લ્‍ડ પોલીસ એન્‍ડ ફાયર ગેઈમ્‍સ, કોમનવેલ્‍થ ગેઈમ્‍સ-૨૦૩૦ સહિત વર્લ્‍ડક્‍લાસ સ્‍પોર્ટ્‍સના આયોજન માટે સજ્જ છે અને આ હેતુસર વીર સાવરકર સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ, સરદાર પટેલ સ્‍પોર્ટ્‍સ એન્‍કલેવ, વિશ્વનું સૌથી મોટું સ્‍ટેડિયમ નરેન્‍દ્રમોદી સ્‍ટેડિયમ, કરાઈ એકેડમી જેવા સ્‍થળોએ આવી વિશ્વવ સ્‍તરીય રમતોના આયોજન માટેની સુવિધાઓ ઝડપભેર વિકસી રહી છે.

આ મૂલાકાત બેઠકમાં મુખ્‍યમંત્રીશ્રીના અગ્ર સચિવ  સંજીવ કુમાર, સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્‍ટર જનરલ શ્રી વાળા,  આદીલ સુમારીવાલા, વાઈસ પ્રેસીડન્‍ટ વર્લ્‍ડ એથ્‍લેટિક્‍સ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:15 AM IST)