News of Saturday, 23rd May 2026
મહીસાગરમાં 123 કરોડના ‘નલ સે જળ’ કૌભાંડ મામલે CID ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા :વધુ બે આરોપીઓની ધરપકડ
વાળીનાથ ગામના કોન્ટ્રાકટર કમ સરપંચ તેમજ સિગ્નલી ગામના સરપંચના પતિ બાબુસિંહ રાઠોડની ધરપકડ કરાઈ

મહીસાગરમાં 123 કરોડના ‘નલ સે જળ’ કૌભાંડ મામલે CID ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં વાળીનાથ ગામના કોન્ટ્રાકટર કમ સરપંચ તેમજ સિગ્નલી ગામના સરપંચના પતિ બાબુસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે સરપંચ પતિએ પાણી સમિતિના ખાતામાંથી 35.85 લાખ રૂપિયાની રકમ ઉપાડી હતી, જ્યારે કોન્ટ્રાકટર કમ સરપંચ પાસે હજુ 1.11 કરોડ રૂપિયાની વસૂલાત બાકી હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં આ કૌભાંડમાં કુલ 31 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં આરોપી સરપંચ ભાજપનો સભ્ય હોવાનો પણ ખુલાસો થયો છે. પાણી સમિતિ બનાવી ગેરરીતિ આચરનારા અન્ય સરપંચોમાં પણ હવે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
