તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Monday, 20th April 2026
સનદી અધિકારીઓએ ‘પુથાંડુ', ‘વિશુ', ‘પોઇલા', ‘બૈશાખી', ‘બિહુ' ઉજવ્યા

અમદાવાદ તા.૨૦: ગત સપ્તાહે IAS અધિકારીઓની પત્નીઓના બનેલા એસોસિએશન દ્વારા વિવિધ સમુદાયોના નવા વર્ષની ઉજવણી માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પુથાંડુ, વિશુ, પોઇલા બૈશાખ અને બિહુ-બધાની ઉજવણી કરવામાં આવી. અધિકારીઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ચીફ સેક્રેટરી એમ. કે. દાસ અને સામાન્ય વહીવટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અંજુ શર્મા ઉપસ્થિત રહ્યા અને ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ એસોસિએશન હવે સક્રિય બની ગયું છે અને નિયમિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બ્યુરોક્રેટ્સ માટે આ એક સારો અવસર છે, જ્યાં તેઓ ઔપચારિક મિટિગ્સના બદલે અનૌપચારિક રીતે એકબીજા સાથે મિલન-મુલાકાતો કરી શકે છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
