News of Wednesday, 17th June 2026
આગામી દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ સાથે ગાજવીજ અને હળવા -ભારે ઝાપટાં પડી શકે
વરસાદી સિસ્ટમ મજબૂત ન હોવાથી સત્તાવાર ચોમાસા માટે હજુ થોડા દિવસ રાહ જોવી પડશે. હાલ પૂરતું છૂટાછવાયા વરસાદી વાતાવરણ જ જોવા મળશે.

ગુજરાતમાં વરસાદ માટે લોકોએ હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગ મુજબ વરસાદ ખેંચાશે. આગામી દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ સાથે ગાજવીજ અને હળવા ઝાપટાં પડી શકે છે. હાલમાં ગરમીનું પ્રમાણ યથાવત છે, જેમાં અમદાવાદ શહેરમાં તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વરસાદી સિસ્ટમ મજબૂત ન હોવાથી ખેડૂતો અને નાગરિકોએ સત્તાવાર ચોમાસા માટે હજુ થોડા દિવસ રાહ જોવી પડશે. હાલ પૂરતું છૂટાછવાયા વરસાદી વાતાવરણ જ જોવા મળશે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
