News of Wednesday, 18th November 2026
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી:લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ડીસામાં 18.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું:રાજ્યમાં ઠંડી અને ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળશે

અમદાવાદ :ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ વધુ થશે. જોકે, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ યથાવત રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો થયા બાદ ફરી લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ડીસામાં 18.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આમ, રાજ્યમાં ઠંડી અને ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે આગામી દિવસોમાં તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. .
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
