તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
ગુજરાતમાં ત્રણ દિવસ દરમિયાન ઠંડીનું જોર વધવાની શક્યતા:તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે
મહુવામાં 16.9 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું

અમદાવાદ : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનું જોર વધવાની શક્યતા છે. હવામાનમાં આવી રહેલા ફેરફારને પગલે રાજ્યના તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 19.6 ડિગ્રી નોંધાયું છે, જે આગામી ત્રણ દિવસમાં ઘટીને 17 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. બીજી તરફ રાજ્યના અન્ય શહેરોમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
મહુવામાં 16.9 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી પણ નીચે પહોંચી જતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થતાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. ખાસ કરીને વહેલી સવારે બહાર નીકળતા લોકોએ ઠંડીથી બચવા માટે સાવચેતી રાખવી પડશે
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
