News of Thursday, 22nd October 2026
ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-૧ના ૨૨ અધિકારીઓની વ્યાપક બદલી : કલેક્ટર કચેરીઓ અને સચિવાલયના અધિકારીઓને સોંપાઈ ચૂંટણી નાયબ જિલ્લા કલેક્ટર અને મહત્વની નવી જવાબદારીઓ : જુઓ સંપૂર્ણ યાદી
મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ : તમામ અધિકારીઓએ વર્તમાન હોદ્દા પરથી તાત્કાલિક ફરજમુક્ત થઈને જોનિંગ ટાઈમ ભોગવ્યા વગર બદલીના સ્થળે તરત જ હાજર થવા આદેશ

ગાંધીનગર : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના સત્તાવાર આદેશ અનુસાર, ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-૧ સંવર્ગમાં ફરજ બજાવતા કુલ ૨૨ અધિકારીઓની જાહેર હિતમાં વ્યાપક સ્તરે બદલી કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓને તેમના વર્તમાન હોદ્દા પરથી તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવાના રહેશે તથા સંબંધિત અધિકારીઓએ ફરજ પર જોડાવાનો સમય (Joining Time) ભોગવ્યા વિના સીધા જ બદલીના સ્થળે હાજર થઈને ફરજ સંભાળવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સૂચના ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે સરકારના સંયુક્ત સચિવ સચિન પટવર્ધન દ્વારા બહાર પાડવામાં આવી છે.
આ બદલીઓ અંતર્ગત તમામ ૨૨ અધિકારીઓની ક્રમવાર વર્તમાન પોસ્ટીંગ અને બદલીના સ્થળની વિગતો નીચે મુજબ છે:
૧. મહેન્દ્રકુમાર એમ. દેસાઈ - ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન ઓફિસર), અમરેલીથી બદલી કરીને ચૂંટણી નાયબ જિલ્લા અધિકારી, અમરેલી ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૨. શ્રીમતી મોસમ હિમાનશુભાઈ જસ્પુરિયા - સ્પેશિયલ લેન્ડ એકવિઝિશન ઓફિસર, કલેક્ટર કચેરી, આણંદથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, આણંદ ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૩. ઉમેશ શ્રીપતિ શુક્લા - પોસ્ટિંગની રાહ જોઈ રહેલા (Waiting for Posting) અધિકારીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, અરવલ્લી ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૪. પ્રતિક સતીશકુમાર ભુરિયા - નાયબ કલેક્ટર-૧ ની કચેરી, કલેક્ટર કચેરી, છોટાઉદિયાપુરથી બદલી કરીને ચૂંટણી નાયબ જિલ્લા અધિકારી, છોટાઉદિયાપુર ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૫. શિવમ જગેન્દ્રસિંહ બારિયા - નાયબ જિલ્લા વિકાસ અધિકારી, દાહોદથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, દાહોદ ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૬. અક્ષયસિંહ જવાહરસિંહ રાજપૂત - નાયબ કલેક્ટર-૧ ની કચેરી, કલેક્ટર કચેરી, દેવભૂમિ દ્વારકાથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, દેવભૂમિ દ્વારકા ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૭. ધૈર્ય પરાગકુમાર શાહ - નાયબ કલેક્ટર-૧ ની કચેરી, કલેક્ટર કચેરી, ગાંધીનગરથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ગાંધીનગર ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૮. અરુણ નાગરમલ શર્મા - ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન ઓફિસર), મહેસાણાથી બદલી કરીને નાયબ કલેક્ટર (ચૂંટણી), મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૯. હિતેષકુમાર વલજીભાઈ ચાવડા - નાયબ કલેક્ટર-૨ ની કચેરી, કલેક્ટર કચેરી, ગીર સોમનાથથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ગીર સોમનાથ ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૧૦. સિદ્ધાર્થ રજનીકાંત ત્રિવેદી - સ્પેશિયલ લેન્ડ એકવિઝિશન ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઓફિસર, કલેક્ટર કચેરી, જામનગરથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જામનગર ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૧૧. ધૈવત કેતનભાઈ ધ્રુવ - સ્પેશિયલ લેન્ડ એકવિઝિશન ઓફિસર, કલેક્ટર કચેરી, મોરબીથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જૂનાગઢ ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૧૨. સંગ્રામસિંહ રમેશભાઈ બારિયા - સ્પેશિયલ લેન્ડ એકવિઝિશન ઓફિસર, કલેક્ટર કચેરી, ખેડાથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ખેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૧૩. ધવલ વલ્લભભાઈ મદાત - નાયબ કલેક્ટર-૨ ની કચેરી, કલેક્ટર કચેરી, વાવ-થરાદથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મહીસાગર ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૧૪. જયનીલ અશોકભાઈ દેસાઈ - સ્પેશિયલ લેન્ડ એકવિઝિશન ઓફિસર યુનિટ-૧, કલેક્ટર કચેરી, મહેસાણાથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મહેસાણા ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૧૫. જિજ્ઞેશકુમાર અરવિંદભાઈ જીવાણી - ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન ઓફિસર), નર્મદાથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, નર્મદા ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૧૬. દિલીપ ધિરાજલાલ વાઘેલા - ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી, લેન્ડ એકવિઝિશન-યુનિટ-૨, જી.આઈ.ડી.સી., સુરતથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, નવસારી ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૧૭. ધવલકુમાર રંગજીભાઈ સાંગડા - નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પંચમહાલથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પંચમહાલ ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૧૮. કમલ પાર્થિભાઈ ચૌધરી - નાયબ કલેક્ટર-૧ ની કચેરી, કલેક્ટર કચેરી, પોરબંદરથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પોરબંદર ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૧૯. શ્રીમતી મહેશ્વરીકુમારી વિનયસિંહ રાઠોડ - સ્પેશિયલ લેન્ડ એકવિઝિશન ઓફિસર, કલેક્ટર કચેરી, સાબરકાંઠાથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સાબરકાંઠા ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૨૦. શ્રીમતી અલ્પના મોહનલાલ નાયર - નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાપીથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, તાપી ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૨૧. પ્રતિકકુમાર ફકીરભાઈ પટેલ - ડેપ્યુટી કલેક્ટર (પ્રોટોકોલ), કલેક્ટર કચેરી, વડોદરાથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, વડોદરા ખાતે નિમણૂક આપવામાં આવી છે.
૨૨. એસ. એ. ચાવડા - નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નવસારીથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, વલસાડ ખાતે નિમણૂક આપવામાં આવી છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
