<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

૧૦ વર્ષમાં કોમ્‍પ્‍યુટર અને AI-MLની ૩૭,૦૦૦થી વધુ બેઠકો વધી

ગુજરાતમાં મિકેનિકલ-સિવિલ પાછળ છૂટયાઃ વિદ્યાર્થીઓને હવે મિકેનિકલ-સિવિલમાં વધારે રસ રહ્યો તેમ નથી

અમદાવાદ,તા.૨૭: ગુજરાતમાં વિદ્યાર્થીઓને હવે મિકેનિકલ-સિવિલમાં વધારે રસ રહ્યો તેમ નથી લાગતું. રાજ્‍યમાં છેલ્‍લા ૧૦ વર્ષશમાં કોમ્‍પ્‍યુટર એન્‍જાિનિયરિગ અને તેની સાથે જોડાયેલા કોર્સ જેવા કે ઈન્‍ફોર્મેશન ટેકનોલોજી (IT), આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ એન્‍ડ મશીન લર્નિગ (AI-ML) તેમજ ડેટા સાયન્‍સ પ્રથમ પસંદગી બની રહ્યા છે.   એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) ના આંકડા મુજબ, વર્ષ ૨૦૧૫માં આ કોર્સમાં માત્ર ૪૫૬૦ બેઠકો હતી, જે વર્ષ ૨૦૨૫માં વધીને ૪૧૬૪૬ થઈ ગઈ છે. આમ, તેમાં ૩૭૦૮૬ બેઠકોનો આヘર્યજનક વધારો અને ૮૧૩ ટકાનો ઉછાળો નોંધાયો છે.

ACPC દ્વારા એન્‍જાિનિયરિગની આશરે ૭૨,૦૦૦ બેઠકો ભરવામાં આવે છે, જેમાં હવે કોમ્‍પ્‍યુટર એન્‍જાિનિયરિગ અને તેને સંલગ્ન કોર્સનો હિસ્‍સો કુલ બેઠકોના ૫૮% જેટલો છે. આ સાથે જ તે રાજ્‍યમાં એન્‍જિનિયરિંગ શિક્ષણનો સૌથી મોટો સિગલ સેગમેન્‍ટ બની ગયો છે.

વર્ષ ૨૦૨૬-૨૭ ની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્‍યારે, શિક્ષણશાષીઓ કોમ્‍પ્‍યુટર અને IT સંબંધિત બ્રાન્‍ચ માટેની પસંદગીને પ્રાધાન્‍ય આપવામાં આવશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.ગુજરાતના સેમિકન્‍ડક્‍ટર પ્રોત્‍સાહનને કારણે તાજેતરના વર્ષોમાં E&C બ્રાન્‍ચ પ્રત્‍યે આકર્ષણ વધ્‍યું હોવા છતાં, હાઈ રેન્‍ક ધરાવતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી કોમ્‍પ્‍યુટર સંબંધિત કોર્સ જ હોવાનું સૂત્રોએ જણાવ્‍યું હતું.

સૂત્રોના કહેવા પ્રમાણે, ટોચના ૫૦૦ વિદ્યાર્થીઓમાંથી આશરે ૭૦ થી ૮૦ ટકા વિદ્યાર્થીઓ કોમ્‍પ્‍યુટર સંબંધિત બ્રાન્‍ચ પસંદ કરે છે. 

આ ટ્રેન્‍ડ પાછળ કુશળ વ્‍યાવસાયિકોની સતત માંગ, AI-ML જેવી ઊભરતી ટેકનોલોજીનો વિકાસ, ઊંચા પગારના પેકેજ અને વિદેશમાં કામ કરવાની તકોને મુખ્‍ય પરિબળો છે. કેમ્‍પસ પ્‍લેસમેન્‍ટના પગારમાં કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયરિગ સતત ટોચની બ્રાન્‍ચમાં રહી છે.

તેમજ સૂત્રોએ જણાવ્‍યું કે, નવી સ્‍પેશિયલાઇઝેશન્‍સે માંગને વધુ વેગ આપ્‍યો છે. તેમણે કોમ્‍પ્‍યુટર એપ્‍લિકેશન્‍સમાં આવેલા નવા ઉછાળા માટે AI-ML અને અન્‍ય ઊભરતા ક્ષેત્રો તરફ ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું, આગામી થોડા વર્ષોમાં કોમ્‍પ્‍યુટર સાયન્‍સના નવા લેન્‍ડસ્‍કેપ અને નવી એપ્‍લિકેશન્‍સથી વાકેફ હોય તેવા ટેક એક્‍સપર્ટ્‍સની જરૂર પડશે. આ બ્રાન્‍ચનો ગ્રોથ હજુ પણ ચાલુ રહેવાની સંભાવના છે.

(3:58 PM IST)