News of Sunday, 19th April 2026
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં કબ્રસ્તાનમાં સેવા કરતા ગરીબ પરિવારના યુવાનને કોંગ્રેસે આપી ટિકિટ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ ભાજપ અને કોંગ્રેસ ના નેતાઓ પોતાના એવા ઉમેદવાર શોધે કે જેવો પૈસાવાળા હોઈ અને ગામમાં નામ હોઈ જે જીતી શકે પરંતુ નર્મદા જિલ્લા ના રાજપીપલા શહેરમાં પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે એક એવા વ્યક્તિને ટિકિટ આપી કે જેવો એક મજૂર કામ કરે છે અને જે પણ કબ્રસ્તાનમાં કબરો ખોડી સેવા કરે છે અને જે અત્યંત ગરીબ પણ છે તમને જાણી આચાર્ય થશે કે એમની પાસે એક આધુનિક જમાનાનો એન્ડ્રોઇડ મોબાઈલ પણ નથી....અને આ વ્યક્તિ આજે કોંગ્રેસે ટિકિટ આપતા પ્રચારમાં પણ લાગ્યા છે.
રાજપીપલા નગરપાલિકા માં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. જોકે ચૂંટણી આવે એટલે મતદારો પાસે મત લેવા નેતાઓ અનેક નુષ્કા અજમાવે કોઈ પૈસા આપે કોઈ દારૂ આપે અને કોઈ લાલચ આપે ચૂંટણી કોઈ પણ હોઈ પણ દરેક પક્ષ પોતાના ઉમેદવાર ને જીતાડવા માટે એડીચોટી નું જોર લગાવે છે. તમામ પક્ષો એ પોતાના એવા ઉમેદવારો પસન્દ કર્યા છે કે જે રૂપિયા માં સક્ષમ હોઈ અને જે નામચીન હોય પરંતુ રાજપીપલા શહેર માં રાજપીપલા પાલિકા માં કોંગ્રેસે વોર્ડ નમ્બર 5 માં એક એવા વ્યક્તિ ને ટિકિટ આપી છે જે એક ફકીર છે અને જેવો કબ્રસ્તાન માં કબર ખોદવાનું કામ કરે છે અને કબરો ની સારસંભાર રાખે છે જે વ્યક્તિ પાસે આજે આજના આધુનિક યુગ માં એન્ડ્રોઈડ મોબાઈલ પણ નથી નથી. જે લોકો અહીં આવે છે એમની જોડે લોક સંપર્ક હોઈ ત્યારે આ એક ફકીર પણ આજે પોતાની પેનલ સાથે પ્રચાર માં ઉતરી ગયા છે જ્યારે પોતાના મત વિસ્તારમાં પ્રચાર માં જાય છે ત્યારે એમને ચૂંટણી માં ઉભા રહેલા જોઈ સૌવ કોઈ આચર્ય ચકિત થાય છે. પરંતુ આવા વ્યક્તિ ને જ્યારે એક મોટી પાર્ટી જે કોંગ્રેસ દ્વારા ટિકિટ આપી જ્યારે આવા સોબર અને મહેનતુ વ્યક્તિ ને મતદારો પણ આવકારે છે જોકે આ ચૂંટણી માં આ એક ફકીર જીતે છે કે હારે છે એતો 28 તારીખે જ ખબર પડશે.
આ બાબતે કોંગ્રેસ શહેર પ્રમુખ કમલ ચૌહાણે જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા સામાન્ય.લોકો ની સાથે રહે છે. સૌથી વધુ સંપર્ક ધરાવતા એવા આ યુવાન ને કોંગ્રેસે ટિકિટ આપી છે.કેમકે કબ્રસ્તાન ની સેવા કરે છે તમામ લોકો એને ઓળખે છે.જે ચોક્કસ જીત મેળવશે
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
