<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

છોટા ઉદેપુર ખાતે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની કામગીરી સામે દેખાવો :મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ ઉઠાવી

ચૂંટણી પંચ પર સંસ્થાકીય રીતે લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાના આક્ષેપો સાથે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા: હાથમાં બેનરો અને પક્ષના ઝંડા સાથે કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

છોટા ઉદેપુર ખાતે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની કામગીરી સામે દેખાવો કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચ પર સંસ્થાકીય રીતે લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાના આક્ષેપો સાથે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા. આ દેખાવ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ ઉઠાવી હતી.

કોંગ્રેસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર મોટી રેલી કાઢવામાં આવી હતી. હાથમાં બેનરો અને પક્ષના ઝંડા સાથે કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોને સેવાસદનના ગેટની આગળ પોલીસે રોક્યા હતા. જેના પગલે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચની કામગીરી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે અને લોકશાહીની રક્ષા માટે આ મુદ્દે અવાજ ઉઠાવવો જરૂરી છે.

 

(9:44 PM IST)