<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ગરુડેશ્વર ક્રિષ્ના કાઠિયાવાડી ત્રણ રસ્તા પાસે કન્ટેનરે બાઇક સાથે અકસ્માત કરતા ચાલકનું મોત

પૂરપાટ આવતા એક કન્ટેનરે બાઇક સાથે અકસ્માત કરતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર પાસે આવેલ ક્રિષ્ના કાઠિયાવાડી ત્રણ રસ્તા પાસે પૂરપાટ આવતા એક કન્ટેનરે બાઇક સાથે અકસ્માત કરતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજતા મૃતકના પત્નીએ ફરિયાદ આપી છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર વિલાસબેન બળદેવભાઇ રમણભાઇ બારીયા( હાલ રહે.ગરૂડેશ્વર, દત ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા મુળ રહે.પહાડ, બારીયા ફળીયુ તા.તિલકવાડા જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તા.૦૬/૦૯/૨૦૨૬ ના સાંજે ગરૂડેશ્વર ક્રિષ્ના કાઠિયાવાડી ત્રણ રસ્તા રોડના કટ પર કન્ટેનર નો નં.MH-26-BE-7068 ના ચાલકે પોતાના કબ્જાની ટ્રક પુરઝડપે હંકારી લાવી તેમના પતિ બળદેવભાઇ રમણભાઇ-બારીયા નાઓના કબ્જાની હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નં. GJ.22. R.4712 ની સાથે એક્સિડન્ટ કરતા તેમના પતિ બળદેવભાઇ નાઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી સ્થળ પર મોત નિપજાવી ગુનો કરતા એકતાનગર ટ્રાફીક પોલીસે કન્ટેનર ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:20 PM IST)