<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીનો કકળાટ : વટવા અને ગોમતીપુર વિસ્તારમાં રોગચાળા ફાટી નીકળવાનો ભય

સ્થાનિક રહીશો દ્વારા ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી સપ્લાય થતું હોવાની બૂમરાણ મચાવવામાં આવ્યા બાદ આખરે તંત્ર સફાળું જાગ્યું

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી પીવાના પાણીની ગુણવત્તાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પૂર્વ ઝોનના વટવા અને ગોમતીપુર વિસ્તારમાં પીવાનું દૂષિત પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. સ્થાનિક રહીશો દ્વારા ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી સપ્લાય થતું હોવાની બૂમરાણ મચાવવામાં આવ્યા બાદ આખરે તંત્ર સફાળું જાગ્યું છે. દૂષિત પાણીના કારણે વિસ્તારમાં વ્યાપક રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે.

(9:21 PM IST)