<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

જળાશયોના જળસ્તરમાં સતત ઘટાડો : રાજ્યના કુલ 207 મહત્વના જળાશયોમાં સરેરાશ માત્ર 55.24% જેટલો જ પાણીનો સંગ્રહ બચ્યો

જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે 70.92% જેટલો જળસંગ્રહ: રાજકોટનો 'આજી 2' એકમાત્ર એવો ડેમ છે જ્યાં હાલમાં 90% થી વધુ પાણીનો સ્ટોક ઉપલબ્ધ

અમદાવાદ :રાજ્યના જળાશયોના જળસ્તરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં જળસંકટ ઘેરૂ બનવાની આશંકા છે. હાલમાં રાજ્યના કુલ 207 મહત્વના જળાશયોમાં સરેરાશ માત્ર 55.24% જેટલો જ પાણીનો સંગ્રહ બચ્યો છે. જો આ વર્ષે ચોમાસું સમયસર અને સારું નહીં રહે, તો પીવાના અને સિંચાઈના પાણીની મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. જો કે, આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે રાજકોટનો એક ડેમ અપવાદ સાબિત થયો છે.

ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા ડેમોની સ્થિતિ પર નજર કરીએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 45.60% અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 56% પાણી ઉપલબ્ધ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 48.40%, કચ્છના 20 જળાશયોમાં 33.14% અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 36.59% જળસંગ્રહ રહ્યો છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે 70.92% જેટલો સંતોષકારક જળસંગ્રહ જોવા મળી રહ્યો છે, જે મોટી રાહતની વાત છે. આ સિવાય, સમગ્ર ગુજરાતમાં રાજકોટનો 'આજી 2' એકમાત્ર એવો ડેમ છે જ્યાં હાલમાં 90% થી વધુ પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે

(1:22 PM IST)