News of Saturday, 17th October 2026
વડોદરાના યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર ફરી વિવાદ :બે યુવકો હિન્દુ ઓળખ ધારણ કરીને ગરબામાં પહોંચ્યા
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ બંનેને પકડી પાડ્યા: પોલીસે બંનેને કબજામાં લઈ તેમની પૂછપરછ હાથ ધરી

વડોદરાના યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર ફરી વિવાદ સર્જાયો છે. બે યુવકો હિન્દુ ઓળખ ધારણ કરીને ગરબામાં પહોંચ્યા હોવાના આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ બંનેને પકડી પાડ્યા હતા. બોય્ઝ ઝોનની એજન્સી દ્વારા યુવકોનાં હિન્દુ નામનાં ID કાર્ડ બનાવવામાં આવ્યાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને બંને યુવકોને ગરબા ગ્રાઉન્ડ પરથી પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે બંનેને કબજામાં લઈ તેમની પૂછપરછ હાથ ધરી છે. જોકે, યુવકોની ઓળખ અને ID કાર્ડ સંબંધિત આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તથા તપાસના પરિણામ અંગેની વિગતો સામે આવવાની બાકી છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
