News of Friday, 1st May 2026
સુરતના ચોર્યાસી વિસ્તારમાં દેશનો પહેલો માનવ રહિત અને બેરિયરલેસ ટોલબૂથ લોન્ચ
તાઈવાનની અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ ટોલબૂથ 20 મીટર દૂરથી જ વાહનની નંબર પ્લેટ સ્કેન કરી શકે છે, જેના કારણે વાહનચાલકોને રોકાવાની જરૂર નહીં રહે

સુરતમાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્ય માટે ગૌરવસભર પહેલ કરવામાં આવી છે. શહેરના ચોર્યાસી વિસ્તારમાં દેશનો પહેલો માનવ રહિત અને બેરિયરલેસ ટોલબૂથ લોન્ચ કરવામાં આવ્યો છે. તાઈવાનની અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ ટોલબૂથ 20 મીટર દૂરથી જ વાહનની નંબર પ્લેટ સ્કેન કરી શકે છે, જેના કારણે વાહનચાલકોને રોકાવાની જરૂર નહીં રહે. આ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વચાલિત હોવાથી નિયમોનો ભંગ કરનાર માટે તરત જ ઈ-ચલણ જનરેટ થઈ જશે. આ નવી વ્યવસ્થા ટ્રાફિક વ્યવસ્થામાં આધુનિકતા લાવવાની સાથે સમય બચત અને પારદર્શિતા વધારવામાં મદદરૂપ સાબિત થશે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
