<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ધાનેરામાંથી 256.890 ગ્રામ હેરોઇન સાથે ઝડપાયેલા 2 આરોપીને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી

256.890 ગ્રામ હેરોઇન સાથે ઝડપાયેલા આરોપી પરેશ ભરતભાઈ ઠાકોર અને મનોજગર મુકનગર ગૌસ્વામીને કોર્ટે સજા ફટકારી

બનાસકાંઠામાં NDPSના કેસમાં પાલનપુર કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો અપાયો છે  NDPS ના કેસમાં કોર્ટે બે આરોપીઓને 20 વર્ષ કેદની સજા ફટકારી છે  256.890 ગ્રામ હેરોઇન સાથે ઝડપાયેલા આરોપી પરેશ ભરતભાઈ ઠાકોર અને મનોજગર મુકનગર ગૌસ્વામીને કોર્ટે સજા ફટકારી છે ધાનેરા વિસ્તારમાંથી હેરોઇનની રીક્ષામાં હેરાફેરી કરતા SOG પોલીસને હાથે બે શખ્શો ઝડપાયા હતા  . કોર્ટે બંને આરોપીઓને 20 વર્ષ કેદ સાથે 2-2 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે .

(9:14 PM IST)