News of Wednesday, 29th April 2026
સુઈગામ સગીરા પર દુષ્કર્મ કેસમાં કોર્ટનો કડક નિર્ણય આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારાઇ
11 વર્ષની બાળા પોતાના ભાઈ માટે બિસ્કિટ લેવા ઘરેથી નીકળી ત્યારે રસ્તામાં આરોપીએ તેને લલચાવી પોતાના ઘરે બોલાવી અને ત્યાં તેના પર અત્યાચાર આચર્યો

સુઈગામ વિસ્તારમાં બનેલી એક સંવેદનશીલ ઘટનામાં સેશન કોર્ટે કડક નિર્ણય આપતાં ન્યાય પ્રત્યે વિશ્વાસ મજબૂત કર્યો છે. સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપી પ્રકાશ પઢિયારને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
આ ઘટના ત્યારે બની હતી જ્યારે 11 વર્ષની બાળા પોતાના ભાઈ માટે બિસ્કિટ લેવા ઘરેથી નીકળી હતી. રસ્તામાં આરોપીએ તેને લલચાવી પોતાના ઘરે બોલાવી અને ત્યાં તેના પર અત્યાચાર આચર્યો હોવાનો કેસમાં ઉલ્લેખ છે. આ ઘટના બાદ બાળાને ધમકીઓ પણ આપવામાં આવી હતી, જેના કારણે શરૂઆતમાં પરિવાર સામે આવવામાં સંકોચ અનુભવતો હતો.
બાળાની તબિયત ખરાબ થતા અને સત્ય બહાર આવતા પરિવારે અંતે ન્યાય માટે આગળ આવી પોલીસ ફરિયાદ નોંધાવી. શરૂઆતમાં સામાજિક દબાણ અને બદનામીના ભય વચ્ચે સમાધાનના પ્રયાસો થયા હતા, પરંતુ પરિવાર મક્કમ રહી કાયદાનો સહારો લીધો.
કેસમાં સરકારી પક્ષે મજબૂત દલીલો રજૂ કરતા કોર્ટે ગંભીરતા દર્શાવી કડક સજા ફટકારી છે. પોક્સો (POCSO) કાયદા અને સંબંધિત કલમો હેઠળ આરોપીને 20 વર્ષની સખત કેદ, ₹1,75,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જો દંડ નહીં ભરવામાં આવે તો વધારાની સજા પણ ભોગવવી પડશે. સાથે જ, પીડિતાને વળતર આપવા પણ કોર્ટે આદેશ કર્યો છે
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
