News of Thursday, 10th September 2026
રાજપીપળા પાલિકાએ પકડીને ક્લબ ગ્રાઉન્ડમાં મૂકેલી ગાયો લોકોની નજરમાં ન આવે માટે ગેટ પર પડદો મરાયો
પાલિકા પોતાની કરતુત છુપાવવા પડદો મારી ભૂખી, તરસી ગાયો લોકો ની નજરમાં ના આવે તેમ પડદો મારી શું સાબિત કરવા માંગે છે.

(ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા નગરપાલિકા દ્વારા છેલ્લા 20 દિવસથી શહેરમાં રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જોકે, આ ઝુંબેશ હવે ગંભીર વિવાદમાં ફસાઈ છે. ખુદ ભાજપ કિસાન મોરચાના જિલ્લા મંત્રી અને પૂર્વ બજરંગ દળ પ્રમુખ પુષ્પરાજસિગ ચૌહાણ એ પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા પાલિકા દ્વારા હવે પોતાની ભુલ લોકો સમક્ષના જણાય એ માટે ક્લબ ગ્રાઉન્ડના ગેટ ના દરવાજા ઉપર પડદો મારી દેતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
એક તરફ નિયમ મુજબ પાલિકાના મુખ્ય અધિકારી કામ નથી કરતા અને પોતાની જ મનમાની કરતા જવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે શેર માં રખડતા જાનવરો માં ખાસ ગાય ને આડેધડ પકડી કોલેજ રોડ પર આવેલા ક્લબ ના ગ્રાઉન્ડ કે જે ખુલ્લુ છે ત્યાં ઘણી ગાયો ને છૂટી મૂકી ગેટ પર તાળું મારી દેતા જેમાં અંદર કોઈ પ્રકારની ખાસ વ્યવસ્થા નથી, કચરા ની ગાડી માં થોડું પાણી ગાયો ને પીવા મૂક્યું છે, ખાવા માટે કોઈ ઘાસચારો નથી અને હાલમાં પડતી ગરમી માં આ ગાયો ત્યાં પૂરવામાં આવી હોય ત્યારે ગૌરક્ષકો આ માટે અકળાયા હોય, પાલિકા ના મુખ્ય અધિકારી પોતાની ભુલ ઢાંકવા ત્યાં ગેટ ઉપર પડદો મારી દીધો છે જેથી ત્યાંથી પસાર થતા કોઈપણ વ્યક્તિ ગાયો ની દયનીય હાલત જોઈ ના શકે. પોતાની ભુલ સુધારવાના બદલે મુખ્ય અધિકારી ભૂલ પર પડદો પાડી રહ્યા છે તો જિલ્લા કલેક્ટર આ બાબતે ઘટતું કરે તેવી લોકોને આશા છે.
પાલિકાના મુખ્ય અધિકારી વૈશાલીબેન વરિયા એ જણાવ્યું કે ક્લબ ગ્રાઉન્ડ માં પરેલ ગાયો બહાર પ્લાસ્ટિક ખાતી હતી અને લોકો તેમજ પોતાના માટે પણ અકસ્માત નું જોખમ હોય જેથી અમે તેને સુરક્ષિત જગ્યા ક્લબ ગ્રાઉન્ડ માં મૂકી છે, 24 કલાક માં માલિકો ગાય છોડવી નહીં જાય તો તેને પાંજરાપોળ મોકલી આપીશું
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
