<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

તિલકવાડાના સિંધિયા પુરા ગામ નજીક ૬૦ વર્ષીય વૃદ્ધનો શિકાર કરનાર મગર આખરે પાંજરે પુરાયો

વિસ્તાર માંથી મગરનું રેસ્ક્યુ થતા પ્રજાજનોએ રાહતનો અનુભવ કર્યો અને ફોરેસ્ટ વિભાગનો આભાર વ્યક્ત કર્યો

(ભરત શાહ દ્વારા )નર્મદા:તિલકવાડા તાલુકાના સિંધ્યાપુરા ગામ નજીક નદી કિનારે બકરા ચરાવતા 60 વર્ષીય વૃદ્ધને થોડા દિવસ અગાઉ મહાકાય મગરે શિકાર બનાવ્યો હતો. આ ઘટનાને પગલે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા મૂકીને મગરને રેસ્યુ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં મહાકાય મગર પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ રાહતનો અનુભવ લીધો હતો

   આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો થોડા દિવસ અગાઉ બપોરના સમય દરમિયાન તિલકવાડા તાલુકાના સિંધિયાપુરા ગામ નજીક નદી કિનારે બકરા ચરાવતા ૬૦ વર્ષીય મયુદ્દીનભાઈ અમીરભાઇ રાઠોડ પર મહાકાય મગરે હુમલો કરી ઊંડા પાણીમાં ખેંચી જતા તેઓનું કરુણ મોત થયું હોવાની ઘટના બની હતી આ ઘટનાને પગલે વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો હતો અને મહાકાય મગરને રેસ્ક્યુ કરવા માટે માંગ ઉઠવા પામી હતી
આ ઘટનાની જાણ થતા જ ફોરેસ્ટ અધિકારી ક્રિપાલસિંહ તથા તિલકવાડા ફોરેસ્ટર અમરતભાઈ સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે વિસ્તારમાં પાંજરા મૂકીને મગરને રેસ્ક્યુ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ રેસ્ક્યુ ની કામગીરી દરમિયાન મહાકાય મગર પાંજરે પુરાયો હતો જેને લઇ વિસ્તારમાં લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.આ મહાકાય મગરને કેવડિયા રેસ્ક્યુ સેન્ટર પર મોકલી આપવામાં આવ્યો છે. વિસ્તાર માંથી મગરનું રેસ્ક્યુ થતા પ્રજાજનોએ રાહતનો અનુભવ કર્યો હતો અને ફોરેસ્ટ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો

(10:08 PM IST)