તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Tuesday, 19th May 2026
રાજપીપળા નગરપાલિકાના પ્રમુખની તાજ શિવાની મહેતાના શિરે જ્યારે ઉપ પ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવા વિજેતા બન્યા
કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ગોહિલ, શાસક પક્ષના નેતા તરીકે પ્રગ્નેશ રામીને જાહેર કરવામાં આવ્યા હતા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપળા નગર પાલિકામાં ભાજપે 28 બેઠકોમાંથી 25 બેઠકો જીતી રેકોર્ડ સર્જ્યો છે. ત્યારે જીતની ખુશી બાદ નગરજનોને કોણ પ્રમુખ બનશે તે જાણવા ખૂબ ઉત્સુકતા વચ્ચે આજે 19.મે 26 ના રોજ પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખ માટેની ચૂંટણીની બેઠક 11 વાગે પ્રાંત અધિકારી નાંદોદના અધ્યક્ષસ્થાને મળી હતી. આ વખતે રોસ્ટર ક્રમ પ્રમાણે સામાન્ય મહિલા હોય ભાજપ પાસે આમ તો 6 સામાન્ય મહિલાઓ છે.પરંતુ પ્રમુખ માટે શિવાનીબેન મહેતાની દરખાસ્ત આવતા 25 મતો સાથે શિવાનીબેનની જીત થઈ હતી જ્યારે અપક્ષ જૂથ તરફથી પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવનાર દામિનીબેન વસાવાને 3.મતો.મળતા શિવાનીબેન મહેતાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે ઉપ પ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવાની સામે કોઈ દરખાસ્તના આવતા ઉત્કર્ષ વસાવાને ઉપ પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.આ સાથે કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ગોહિલ, શાસક પક્ષના નેતા તરીકે પ્રગ્નેશ રામી ને જાહેર કરવામાં આવ્યા હતા.
પ્રમુખ શિવાનીબેન મહેતા પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને પ્રથમ વખત પ્રમુખ બન્યા છે જેમણે વર્ષોજૂની પાણીની સમશ્યાનો ઉકેલ લાવવા અને સફાઈ સહિત રોડ રસ્તાના કામો સહિત વિકાસના કાર્યો કરીશું ની વાત કરી હતી.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
