News of Tuesday, 19th May 2026
ક્રિપ્ટોમાં રૂા.૨૨૬.૫૪ કરોડ વ્યવહારો મળ્યા, હમાસ જેવા આતંકી જૂથ સાથે લેવડદેવડઃ ૨૦ ઝડપાયા
સીઆઈડી ક્રાઈમની તપાસમાં ચોંકાવનારો પર્દાફાશઃ આતંકવાદી સંગઠન સાથેના નાણાકીય વ્યવહારોની પોલ ખૂલી : અમદાવાદના પાંચ અને મુંબઇના એક મુખ્ય આરોપીની સંડોવણી ખૂલી

અમદાવાદ તા.૧૯: ગાંધીનગર સીઆઈડી કાઈમની ટેકનિકલ ટીમે ક્રિપ્સે વોલેટ પરની ગતિવિધિઓની ઝીણવટમરી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ટીમને એક એવું ક્રિપ્ટો વોલેટ મળ્યું. જેમાં રૂ. ૨૨૯.૫૪ કરોડના નાણાકીય વ્યવહારો થયા ૧૧૭૭ હતા. આ નાણાંનો મોટો ભાગ ૧ મ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં સંગઠનોનો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઈઝરાયેલે જેને આતંકી સંગઠન જાહેર કર્યું છે તેવા 'હમાસ' સંગઠન સાથે પણ નાણાકીય વ્યવહારો થયા હોવાની વિગતો મળતાં તપાસ અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા.
સીઆઈડી ક્રાઈમની ટીમે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં સ્પષ્ટ થયું કે, ચોક્કસ ક્રિપ્ટો વોલેટ દ્વારા આ શંકાસ્પદ આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા છે. આ લેવડદેવડ કરનારા મોટા ભાગના લોકો મુંબઈ તેમજ અમદાવાદના કોટ વિસ્તારના રહેવાસી યુવકો છે. આ બાબત પ્રકાશમાં આવતાં જ સીઆઈપ ક્રાઈમના એસપી રાજદીપસિહ ઝાલાએ તાત્કાલિક ગુનો નોંપવાની સૂચના આપી હતી. બીજી તરફ, ૧૦ અપિકારીઓની વિશેષ ટીમ બનાવીને તબક્કાવાર ૨૦ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી ૯ મુખ્ય આરોપીઓની સપન પૂછપરછ કરતાં તેમની પાસેથી અનેક ક્રિપ્ટો વોલેટ તથા ડિજિટલ મળી આવ્યા હતા.
પોલીસે આ તમામ શેલેટનું ટેકનિકલ વિશ્લેષણ કરીને મહત્ત્વના પુરાવા એકત્ર કર્યા છે. પકડાયેલા યુવકો ડાર્કવેબ મારફતે આતંકી પ્રવૃત્તિ, ગંભીર સાયબર ગુના, નાર્કોટિક્સ અને ડ્રગ સિન્ડિકેટ સાથે આડક્તરી રીતે સંકળાયેલા હોવાની ડિજિટલ ફૂટપ્રિન્ટ અપિકારીઓને મળી છે. આ ઉપરાંત અન્ય કેટલાક પ્રતિબંધિત સંગઠનો સાથે પણ આરોપીઓએ ક્રિપ્ટો વોલેટ મારફતે નાણાંની હેરફેર કરી છે. પોલીસે ઝડપાયેલા ફૂ મુખ્ય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી છે.(૩૮.૨૧)
કોર્ટ પાસે રિમાન્ડ માગવાનાં મુખ્ય કારણો
૧. આતંકી ફંડિગ અને આંતરરાષ્ટ્રીય કાવતરું: આરોપીઓએ સંગઠિત થઈને ક્રિપ્ટો કરન્સી અને ડાર્કવેબના માધ્યમથી નાણાંને USOTમાં રૂપાંતરિત કરી આતંકી સંગઠનો સુધી પહોંચાડયા છે. ઇઝરાયેલ દેશની સુરક્ષા અને હિતોને નુકસાન પહોંચાડી આડક્તરી રીતે આતંકવાદને મદદ કરવાનું કૃત્ય કર્યું હોઈ તેની ઊંડી તપાસ જરૂરી છે.
૨. ડ્રગ્સ નેટવર્ક અને ડાર્કવેબા આરોપીઓએ ગેરકાયદે ઓનલાઈન ડ્રગ્સના વેચાણ સાથે સંકળાયેલી ARTTEMISLAB.CC વેબસાઇટ Abacus Marketજેવા ડાર્કવેબ પ્લેટફોર્મ પર નાણાકીય વ્યવહારો કર્યા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથેના તેમના જોડાણની વિગતો મેળવવાની બાકી છે.
૩. છુપા એકાઉન્ટ્સ અને મની લોન્ડરિગઃ અત્યાર સુધી ૨૨૬.૫૪ કરોડના વ્યવહારો મળ્યા છે, પરંતુ આરોપીઓ હિસાબ ગુપ્ત રાખવા Monerં જેવા ડિસેન્ટ્રલાઈઝડ વોલેટ વાપરતા હોવાથી અન્ય છુપા એકાઉન્ટ્સ અને મની લોન્ડરિગના આંકડા શોધવાના છે.
૪. રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા લીકઃ આરોપીઓએ આતંકવાદી સંગઠનોને ભારત દેશની કોઈ ગુપ્ત કે સંવેદનશીલ માહિતી પહોંચાડી છે કે નહીં, તેમજ મિત્ર દેશો વિરુદ્ધના કોઈ ષડયંત્રમાં તેમની ભૂમિકા છે કે નહીં તે સ્પષ્ટ કરવાનું છે.
આંતરરાષ્ટ્રીય ગુનાઇત કડીઓ અને અગાઉનો રેકોર્ડઃ મુખ્ય આરોપી મોહસીન મોલાની ૨૦૧૩માં બોગસ કોલસેન્ટરના ગુનામાં પકડાયો હતો. તેના તત્કાલીન સાથીદારો હાલ લંડનની જેલમાં નાર્કોટિક્સ અને મની લોન્ડરિગના ગુનામાં સજા કાપી રહ્યા છે, જેઓ જેલમાંથી મોહસીનના વોલેટમાં ફંડ મોકલતા હતા અને મોહસીન તે નાાં આંગડિયા મારફતે દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ મોકલતો હતો. આ નેટવર્કની તપાસ કરવી અનિવાર્ય છે. ઉપરાંત, આરોપીઓના બાઈનાન્સ (BNANCE) એકાઉન્ટ વિરુદ્ધ NOORP પોર્ટલ પર ૯૩૫ ફરિયાદો નોંધાયેલી છે, જેની વિગતો મેળવવી જરૂરી છે.
પકડાયેલા મુખ્ય ૬ આરોપી
૧) મોહસીન સદીક મોલાની (મુન્નાખાનની ચાલી, ઘણીલીમડા)
૨) એજાઝ અસલમખાન પઠાણ (રહે. નઝમીન પાર્ક, ગ્યાસપુર)
૩) મોહમ્મદઝૈદ અબ્દુલકાદરભાઈ સિદી (જમાલપુર ચકલા)
૪) નાવેદ અયુબખાન પઠાણ (રહે. પઠાણનો ડેહલો, તંગરવાડ, જમાલપુર પગથિયા, અમદાવાદ)
૫) ફૈઝઅહમદ નસીરુદ્દીન ચિસ્તી (રહે. સૈયદવાડ, એમ.બી. કાદરી રોડ, રાયખડ, અમદાવાદ-પૂર્વ કાઉન્સિલર અફસાના ચિસ્તીના પુત્ર)
૬) ઝીશાન સિરાજ મોતીવાલા (રહે. હબીબ હાઉસ, ચોથો માળ, એમ.એસ. અલી ગ્રાન્ટ રોડ, મુંબઈ)
સીઆઈડી ક્રાઈમને મળેલા ડિજિટલ પુરાવા
HAMAS અને DUBAI COMPANY FOR EXCHANGE જેવાં સંગઠનો સાથે નાણાકીય વ્યવહારો
BINANCE વોલેટ અને Monero વોલેટનો ઉપયોગ
ARTTEMISLAB.CC વેબસાઇટ Abacus Mariet (ડાર્ક વેબમાં)ટ્રાન્ઝેક્શન્સ
ANSAR ALLAH @ HOUTHIS ગ્રુપ તેમજ GARANTEX અને LAN SHOR જેવાં સંગઠનો સાથે આર્થિક કડીઓ
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
