News of Sunday, 26th April 2026
અમદાવાદની લકઝરી ITC નર્મદા હોટલમાં ગ્રાહકને કડવો અનુભવ : સેન્ડવીચમાંથી નીકળી જીવાત
હોટલની ફૂડ ક્વોલિટી પર સવાલ ઉઠતા ગ્રાહકે AMCમાં કરી ફરિયાદ: ફાઈવ સ્ટાર હોટલના કિચનમાં હાઈજીનના અભાવે ગ્રાહકનું સ્વાસ્થ્ય જોખમમાં

અમદાવાદની સૌથી આલીશાન અને મોંઘી હોટલોમાં જેની ગણના થાય છે તેવી ITC નર્મદા ફરી એકવાર વિવાદોમાં આવી છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી આ ફાઈવ સ્ટાર હોટલમાં હાઈજીન અને ફૂડ ક્વોલિટીને લઈને ગંભીર પ્રશ્નાર્થો ઉભા થયા છે. હોટલમાં નાસ્તો કરવા ગયેલા એક ગ્રાહકને પીરસવામાં આવેલી વાનગીમાંથી જીવાત નીકળતા હોબાળો મચી ગયો હતો.
ગ્રાહકે જ્યારે ખાવા માટે સેન્ડવીચ ઓર્ડર કરી હતી, ત્યારે તેમાં જીવતું જીવડું અથવા જીવાત જોવા મળી હતી. આ જોઈને ગ્રાહક સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક હોટલના સ્ટાફને બોલાવીને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે, હોટલ પ્રશાસન તરફથી સંતોષકારક જવાબ ન મળતા અથવા તો આવી ગંભીર બેદરકારી બદલ ગ્રાહકે કડક વલણ અપનાવ્યું હતું
આ ઘટના બાદ ગ્રાહકે માત્ર સ્ટાફને ઠપકો આપીને સંતોષ ન માન્યો, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ફૂડ વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ગ્રાહકનું કહેવું છે કે જો આવી મોંઘી હોટલોમાં પણ શુદ્ધતાનું ધ્યાન રાખવામાં ન આવતું હોય તો સામાન્ય લોકોના સ્વાસ્થ્યનું શું? એએમસીની ફૂડ ટીમ હવે આ મામલે હોટલના કિચનમાં તપાસ કરી શકે છે અને જરૂરી નમૂનાઓ લઈ શકે છે. અગાઉ પણ અનેક મોટી હોટલોમાં આવી બેદરકારી સામે આવતી રહી છે, પરંતુ ITC નર્મદા જેવી બ્રાન્ડમાં આવી ઘટના બનતા ફૂડ સેફ્ટી પર સવાલો ઉઠ્યા છે.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
