<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

રાજ્યમાં 'શાળા પ્રવેશોત્સવ'ની તારીખ જાહેર : આગામી 18 જૂનથી શરૂ થતા કાર્યક્રમમાં ખુદ મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ પણ જોડાશે

આગામી 18 જૂનથી 20 જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે: રાજ્યના લાખો બાળકો માટે શિક્ષણના નવા દ્વાર ખોલશે

ગાંધીનગર :ગુજરાત સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં બાળકોના પ્રવેશને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે યોજાતા 'શાળા પ્રવેશોત્સવ' કાર્યક્રમની તારીખો જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, આગામી 18 જૂનથી 20 જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.

આ વર્ષના પ્રવેશોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને મંત્રીમંડળના તમામ સભ્યો વિવિધ શાળાઓમાં હાજર રહીને બાળકોનું સ્વાગત કરશે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સ્તરને સુધારવા અને વધુમાં વધુ બાળકો શાળાએ જોડાય તે હેતુથી આ કાર્યક્રમને ખાસ મહત્વ આપવામાં આવે છે. જોકે, વર્તમાન સ્થિતિ અને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કાર્યક્રમની રૂપરેખામાં નજીવો ફેરફાર થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે

. આ કાર્યક્રમ દ્વારા સરકાર પ્રાથમિક શિક્ષણના વ્યાપને વધારવા અને બાળકોમાં શિક્ષણ પ્રત્યેની રુચિ કેળવવા માટે પ્રયત્નશીલ છે. જૂન મહિનાના મધ્યમાં યોજાનારા આ કાર્યક્રમમાં દરેક જિલ્લામાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા બાળકોને કિટ વિતરણ અને પ્રોત્સાહન આપવામાં આવશે.

(7:49 PM IST)