તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Wednesday, 18th November 2026
વિકસિત ગ્રામ પંચાયત પ્લાન તૈયાર કરવા અમદાવાદના સ્પીપા ખાતે એક દિવસીય વર્કશોપ સંપન્ન : ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર
ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીના માર્ગદર્શન હેઠળ અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના વિશેષ નિયામક સી. સી. કોટકની ઉપસ્થિતિમાં રાજ્યના ૩૪ જિલ્લાના ૧૭૦ અધિકારીઓએ ભાગ લીધો : આગામી ૧૯ નવેમ્બરથી ૪૧૯ અધિકારીઓ માટે ત્રણ દિવસની ૧૦ વિશેષ તાલીમો યોજાશે

અમદાવાદ: ભારત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગની સૂચના મુજબ 'વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' એટલે કે વીબી - જી રામ જી અધિનિયમ, ૨૦૨૫ અંતર્ગત રાજ્યની તમામ ગ્રામ પંચાયતો દ્વારા તૈયાર કરવામાં આવનારા વિકસિત ગ્રામ પંચાયત પ્લાન (વીજીપીપી) અંગે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૧૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદ સ્થિત સરદાર પટેલ રાજ્ય વહીવટ સંસ્થા (સ્પીપા) ખાતે આ કાર્યશાળા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ગુજરાત રાજ્ય આ ક્ષેત્રમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહીને વિકસિત ભારત @૨૦૪૭ના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
૧૭૦ અધિકારીઓની સહભાગિતા અને વિશેષ માર્ગદર્શન:
ગુજરાત રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના વિશેષ નિયામક સી. સી. કોટકની ઉપસ્થિતિમાં આ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વીબી - જી રામ જીના રાજ્ય સ્તરના અધિકારીઓ, રાજ્યના ૩૪ જિલ્લાઓના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકો તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ મળીને કુલ ૧૭૦ સહભાગીઓ ઉત્સાહભેર જોડાયા હતા. વર્કશોપના પ્રારંભે વિશેષ નિયામક સી. સી. કોટકે પ્રાસંગિક ઉદ્બોધન કરતા અધિનિયમની મુખ્ય જોગવાઈઓ, વિકસિત ગ્રામ પંચાયત પ્લાનનું મહત્વ, સહભાગી આયોજન, પીઆરએ ટૂલ્સ, વિવિધ વિભાગો સાથે કન્વર્જન્સ અને અધિકારીઓની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્લાન નીચેથી ઉપરના આયોજન દ્વારા ગામની વાસ્તવિક જરૂરિયાતોને આધારે ટકાઉ સંપત્તિ નિર્માણ અને સર્વગ્રાહી ગ્રામ વિકાસને નવો વેગ આપશે.
પ્રિ-ટેસ્ટ અને પોસ્ટ-ટેસ્ટ દ્વારા સમજણનું મૂલ્યાંકન:
વર્કશોપ દરમિયાન વિકસિત ગ્રામ પંચાયત પ્લાનનો પરિચય અને માળખું, અધિનિયમની જોગવાઈઓ, સહભાગીદારી આધારિત આયોજન, કામોની કેટેગરી, કન્વર્જન્સ તેમજ ગ્રામ પંચાયત વિકાસ પ્લાનની તૈયારી અને અમલીકરણ જેવા વિષયો પર સઘન ચર્ચા અને ઓરિએન્ટેશન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સહભાગીઓની સમજણનું મૂલ્યાંકન કરવા માટે પ્રિ-ટેસ્ટ અને પોસ્ટ-ટેસ્ટ પણ લેવામાં આવ્યા હતા.
૧૯ નવેમ્બરથી ૪૧૯ અધિકારીઓ માટે ૧૦ તાલીમ બેચનો પ્રારંભ:
ગ્રામીણ વિકાસમાં ગુણવત્તાયુક્ત આયોજન અને અસરકારક અમલીકરણની દિશામાં મજબૂત પાયો નાખવા માટે તારીખ ૧૯ નવેમ્બર ૨૦૨૬થી તમામ ૩૪ જિલ્લાના જિલ્લા અને તાલુકા કક્ષાના આશરે ૪૧૯ અધિકારીઓ માટે બેચ વાઈઝ ત્રણ-ત્રણ દિવસની કુલ ૧૦ તાલીમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમો દ્વારા પ્લાનની તૈયારી અને તેના અમલીકરણ અંગે વધુ ગહન તાલીમ આપવામાં આવશે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
