News of Monday, 13th July 2026
મહેસાણાના ખેરવા ગામે ધોળે દિવસે લૂંટ : આંખમાં મરચું છાંટી 10 તોલા સોનુ અને દોઢ લાખ રોકડ લૂંટીને લૂંટારુઓ ભાગી ગયા
ક્રેડિટ સોસાયટીની બહાર નીકળેલ ગ્રાહકને હાથમાં છરો ભોંકી લૂંટ ચલાવી :સનસનાટી

મહેસાણા: ખેરવા ગામમાં ધોળે દિવસે લૂંટનો બનાવ સામે આવ્યો છે. ક્રેડિટ સોસાયટીની બહાર નીકળતો ગ્રાહક લૂંટાયો છે. દાગીના અને રોકડ લઈને આવેલો ગ્રાહકની આંખમાં મરચું છાંટી હુમલો કરી લાખોની લૂંટ કરી લૂંટારા ફરાર થયા છે. 10 તોલા સોનું અને દોઢ લાખની રોકડની લૂંટ કરવામાં આવી. છરા જેવા ઘાતક હથિયારો લઈને લૂંટારું આવ્યા હતા. લૂંટારાઓએ હુમલો કરી હાથની આરપાર છરો ખૂંપાવી દીધો હતો. હાથમાં ખૂંપેલા છરા સાથે લૂંટનો ભોગ બનનાર ઈસમ હોસ્પિટલ પહોંચ્યો મહેસાણા જિલ્લા પોલીસે લૂંટારાને શોધવા તપાસ શરૂ કરી છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
